Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

સૌરાષ્ટ્ર-કચ્છમાં ૩ દિ' બાદ સૂર્યનારાયણના દર્શનઃ બફારો યથાવત

વાવાઝોડાએ ઠેર-ઠેર વિનાશ વેર્યોઃ વૃક્ષો, કાચા મકાનો, વિજ થાંભલા તૂટી પડયાઃ અસંખ્ય પશુ-પક્ષીઓ મોતને ભેટયા

રાજકોટ તા. ૧૯ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં રવિવારથી ગઇકાલ મંગળવાર સુધી વાવાઝોડાના કારણે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને ત્રણ દિવસ સુધી વાદળછાયુ વાતાવરણ રહ્યા બાદ આજે સવારથી સૂર્યનારાયણના દર્શન થયા છે અને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. અને ઉકળાટનો અનુભવ થઇ રહ્યો છે.

સોમવાર અને મંગળવાર બે દિવસ વાવાઝોડાએ ઠેર-ઠેર વિનાશ વેરતા ભારે નુકશાન થયુ છે અને વૃક્ષો, કાચા મકાનો,  વિજ થાંભલા તૂટી પડયા હતાં. અસંખ્ય પશુ-પક્ષીઓ મોતને ભેટયા છે.

ધોરાજી

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી :  ધોરાજી તાલુકા ના ગામીણ વિસ્તારો ભારે પવન વાવાઝોડાના કારણે અંધારપટ છવાયો પીજીવીસીએલની ટીમો દ્વારા વિજ ફોલ્ટો રીપેરીંગ કરવા ની કામગીરી શરૂ કરાઈ છે

ધોરાજી તાલુકાના ગામીણ વિસ્તારોમાં મોડી રાત્રે ભારે પવન વાવાઝોડા વરસાદના પગલે પીજીવીસીએલની વિજ લાઈનોમા ફોલ્ટ થતાં ૨૧ જેટલા ગામડાંઓમા રાત્રીના અંધકાર છવાયૂ હતૂ પીજીવીસીએલની ટીમો દ્વારા ફોલ્ટ રીપેરીંગ કરવાની તજવીજ હાથ ધરાઈ રહી છે ધોરાજીના ગામીણ વિસ્તારોમાં વાવાઝોડા વરસાદના પગલે વિજ લાઈનોમા ફોલ્ટ થતાં પીજીવીસીએલની ટીમોએ તાબડતોબ રીપેરીંગ કરી વિજ સપ્લાઈ શરૂ કરાઇ છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : આજનું હવામાન ૩૦ મહત્તમ, ર૬ લઘુતમ ૭૮ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૩.પ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી. કાલાવડમાં ૪૪ મી. મી., ધ્રોલ-૦૩ મી. મી., જામજોધપુર-૧૯ મી. મી., જોડીયા ૭ મી. મી. વરસાદ પડયો હતો.

(11:34 am IST)