Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

ચોટીલા તાલુકા વિકાસ અધિકારીની ફરજ નિષ્ઠા : માતાનું મૃત્યુ થવા છતા વાવાઝોડામાં લોકોની ખેવના કરી

(હેમલ શાહ દ્વારા)ચોટીલા,તા.૧૯: ચોટીલા ટીડીઓ તરીકે વિપુલભાઇ આર. બારોટ ફરજ બજાવે છે. ગત તા.૧૫ ને શનિવારના તેમના માતૃશ્રી જયોતિબેન ઉ. વ ૮૦ નું હાર્ટ એટેક થી દુઃખદ અવસાન દુઃખદ અવસાન થયેલ જેથી તેઓ અમદાવાદ તેમના ઘરે ગયેલ હતા અંતિમ વિધી પતાવી ૧૬ મી એ ટેલીફોનીક બેસણું રાખેલ આ સમયે તમને સમાચાર મલ્યા કે તૌકતે વાવાઝોડું ચોટીલા વિસ્તાર પરથી પસાર થવાનું છે અને અનેક ગામોમાં મોટુ નુકશાન થવાની શકયતા છે.

૧૭ મીને સોમવારે સુંવાળા વિધી પતાવી માં ના દુઃખ અને પરિવાર ને તેઓની હાજરી કરતા તેમની ફરજના વિસ્તારની આગમચેતી મા તેઓની હાજરી જરૂરી સમજી સોમવારે ચોટીલા ફરજ પર હાજર થઈ ને તુરંત વાવાઝોડા ની આપતી ની ફરજ સંભાળી ડીડીઓના માર્ગદર્શન નીચે વિસ્તાર માટે જરૂરી તૈયારીઓ કરી રાત આખી જાગી ને તલાટી, સરપંચો સાથે ટેલીફોનીક સતત સંપર્કમાં રહી સાવધાની માટે તમામ સુચનાઓ આપી સાવચેત કર્યા.

સદનસીબે વાવાઝોડાએ થોડી દિશા બદલી તેમ છતા રાત્રીના તેજ પવન અને વરસાદના કારણે જાનમાલ સિવાય ની નુકશાની પહોચેલ વૃક્ષો પડતા રોડ રસ્તાઓ બંધ થયેલ જેથી NDRF ની ટીમ સાથે અને ગ્રામ્ય વિસ્તારોમા સાંજ સુધી ફરજ બજાવી તેઓએ તેમન ી ફરજ પ્રત્યેની નિષ્ઠા અદા કરતા સ્ટાફ પરિવાર ને ઉમદા ઉદાહરણ પુરૂ પાડેલ છે.

મારા મમ્મી ૮૦ વર્ષ ની ઉમરે કાર્યરત હતા, તેઓનું દરેક કામ જાતે કરતા, મહામારી મા પણ કોરોના ન થયો જયાં સુધી જીવ્યા ખાતા પીતા જીવ્યા એ ઇશ્વર કૃપા માનું છું નાનકડા એટેક થી અવસાન થયું જવાનું દરેકને નિશ્ચિત છે પણ કેમ જાવ છો તે મહત્ત્વનું છે જે ગયા તે પાછા આવવાના નથી પણ કોઇ કુદરતી આફતનો ભોગ ન બને તે મારા કર્મ હતું મે તેને મહત્વ આપ્યું તેમ ટીડીઓ વી.આર. બારોટે જણાવ્યું હતું.

(11:36 am IST)