Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

ખંભાળીયામાં પૈસાની ઉઘરાણી પ્રશ્ને યુવક ઉપર હુમલો

તુ હબીબનો મિત્ર છો ને? કહી ચાર શખ્સો પાઇપ વડે તુટી પડયા

ખંભાળીયા, તા., ૧૯: પાંચ હાટડી ચોકમાં રહેતો વિશાલ દુલાભાઇ વરમલ (ઉ.વ.૨૨) નામના યુવકને હબીબ નામના શખ્સ પાસેથી પૈસા લેવાના હોય જે પૈસા લેવા માટે ગાયત્રીનગરમાં ગયો હતો ત્યારે હબીબ સાથે કૈલાશ કોળી, ભાવેશ ભુટા સાલાણી, અજય ભુટા સાલાણી અને આશીષ આહીર ઝઘડો કરતા હતા એ સમયે વિશાલને કહેલ કે તું હબીબનો મિત્ર છે ને? કહી પાઇપ વડે માર મારતા માથામાં ઇજા થવાથી સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગે વિશાલ વરમલે ચારેય શખ્સો વિરૂધ્ધ ખંભાળીયા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

સલાયામાં સગીરાને ભગાડી

સલાયામાં રહેતા પરીવારની ૧પ વર્ષની સગીરાને ગામમાં જ રહેતો ખાલીદ ઓસમાણ ભગાડ નામનો શખ્સ ઉઠાવી જતા સલાયા મરીન પોલીસમાં અપહરણ અંગે ફરીયાદ નોંધાવતા બનાવ અંગે પોલીસે શખ્સ સામે પોકસો સહીતની કલમ હેઠળ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

સુરજ કરાડીમાં પાના ટીંચતા ત્રણ ઝબ્બે

મીઠાપુરના સુરજકરાડીમાં જાહેરમાં પાના ટીંચતા ત્રણ શખ્સોને રોકડ મતા સાથે ઝડપી લઇ કાર્યવાહી કરી છેે. મીઠાપુરના સુરજકરાડીમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતા મનસુખ દાના બગડા, આશા વીરા લધા, સલીમ ઇશાક ચગડાને રોકડ પ૦૧૦ની મતા સાથે મીઠાપુર પોલીસે ઝડપી લઇ ગુનો નોંધ્યો છે.

ભાટીયાઃ દારૂની બોટલ સાથે બે ઝડપાયા

કલ્યાણપુર પોલીસનો સ્ટાફ વાવાઝોડાના પગલે ભોગાત ભાટીયા રોડ પર પેટ્રોલીંગમાં  હોય તે સમયે પસાર થતી જીજે ૩૭ ઇ ૭૨૨૮ નંબરની સ્પ્લેન્ડર લઇને પસાર થતા શખ્સોને અટકાવી પુછપરછ કરતા પોતાનું નામ કિશન નારણ આંબલીયા અને પાછળ બેઠેલા શખ્સે અશોક ઉર્ફે અરજણ પરબત ગોજીયા હોવાનું જણાવતા બંનેની તલાશી દરમિયાન બે બોટલ ઇંગ્લીશ દારૂ મળી આવતા બંન્નેની અટકાયત કરી બાઇક, મોબાઇલ તથા દારૂની બોટલ કબ્જે કરી અટકાયત કરી હતી. શખ્સોની પુછપરછમાં ઘેલુ પરબત ગોજીયાએ દારૂની બોટલ આપી હોવાનું જણાવતા પોલીસે તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

(11:36 am IST)