Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

મેંદરડામાં ર૦ વૃક્ષો ધરાશાયી સાસણમાં હોટલોના પતરા ઉડયાઃ પાકને નુકશાની

મેંદરડા,તા. ૧૯ :  મેંદરડામાં મુખ્ય માર્ગ પર હોડિંગ્સ ઉડી ગયા હતા બાયપાસ મેંદરડા બગડું રોડ પર ૨૦ જેટલા વૃક્ષ ઘરાશીયી થયા હતા જેને કારણે રાત્રે ૩ વાગ્યાથી જ બને રસ્તા બધ થયા હતા કેસર કેરીના પાક ને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું ઉનાળુ પાકને નુકસાન થતાં ખેડૂત પાયમાલ થયો હતો ભારે પવન થી મસાલા ના ડોમ તેમજ ફેરીયાઓના ડોમ ઉડી ગયા હતા તેમજ હોડિંર્ગ્સ ઉડી ગયા હતા.

ભારે પવનથી થાંભલા લાઈનમાં શોર્ટ સર્કિટ થતાં મેંદરડા તાલુકામાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જૂના તેમજ નારિયા વારા  મકાનોમાં નુકસાની જોવા મળી હતી. સાસણમાં આવેલ હોટલોમાં કેન્ટીનમાં પતરા ઉડી ગયા હતા. વૃક્ષો પડી જતા બંધ થયેલ રસ્તાઓને લઈ તંત્રે કામગીરી હાથ ધરી હતી. આ કુદરતની આફતમાં અસંખ્ય પક્ષીઓના પણ મોત થયા હતા.

(11:36 am IST)