Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

મોરબીના મચ્છીપીઠમાં જૂથ અથડામણ : ટોળાને વિખેરવા ગયેલ પોલીસ પર હૂમલો

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૧૯: મોરબીના મચ્છીપીઠમાં રાત્રીના બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી અને પથ્થરો અને બોટલના સામસામાં ઘા કરી એક બીજાના ઘરમાં નુકશાન પહોચાડવામાં આવ્યું હતું તો બનાવની જાણ થતા મોરબી એ ડીવીઝન પીઆઈ સ્થળ પર પહોચતા તેના પર પણ હુમલો કરવામાં આવ્યો હોય જેમાં એક પોલીસ જવાનને ઈજા થઇ હોવાની ફરિયાદ નોંધાઈ છે

મોરબીના મચ્છી પીઠામાં ગત રાત્રીના બે જૂથ વચ્ચે અથડામણ થઇ હોય અને સામસામાં પથ્થરો અને બોટલના છુટા ઘા કરવામાં આવી રહ્યા હતા જે બાબતની વર્ધી મોરબી એ ડીવીઝન પોલીસને મથક પોલીસની ટીમ પીસીઆર લઈને રવાના થઇ હતી અને ટોળાને વિખેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ આરોપીઓ અહેમદ જુસબભાઈ કટિયા, સપુબાઈ અહેમદભાઈ કટિયા, અકબર જુસબભાઈ કટિયા, રેમાન જુસબભાઈ કટિયા, જાનબાઈ રેમાનભાઈ કટિયા, નુરમામદભાઈ જુસબભાઈ કટિયા, સલીમભાઈ જુસબભાઈ કટિયા, સારબાઈ સલીમભાઈ કટીયા, નિજામ જુસબભાઈ કટીયા. જાનબાઈ નિજામભાઈ કટીયા, ઇકબાલભાઈ જુસબભાઈ કટીયા, જમીલાબેન ઇકબાલભાઈ કટીયા, મુસ્તાકભાઇ જુસબભાઈ કટીયા, ગુલબાનુંબેન મુસ્તાકભાઈ કટીયા, હૈદરઅલી પંચાણભાઈ ભટી, રોશનબેન હૈદરભાઈ ભટી, ઉમરભાઈ હૈદરઅલી ભટી, મહેબુબ હૈદરઅલી ભટી, ઇમરાન હૈદરઅલી ભટીઅને ફાતમા ઇમરાનભાઈ ભટીએ ગેરકાયદેસર મંડળી રચી પીઈઆર લઈને ગયેલ પોલીસ જવાન યશવતસિંહ પ્રવીણસિંહ ઝાલાને માથામાં ઈજા કરી તેમજ ઉમરદિન હૈદરઅલી ભટી, રોશન હૈદરઅલી ભટી અને હૈદરઅલી ભટીને ઈજા કરી તેમજ તમામ આરોપીઓએ એકબીજાના ઘરમાં પ્રવેશ કરી નુકશાન કર્યું હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં ઈજાગ્રસ્ત પોલીસ જવાન યશવંતસિંહ પ્રવીણસિંહ ઝાલાએ નોંધાવી છે તો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

યુવાનને માર મારી ધમકી આપી

મોરબીના વણકરવાસમાં શેરી-૨ માં રહેતા રાકેશભાઈ બાબુભાઈ સાવલિયા (ઉ.૨૪) એ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી લાલો ચંદુભાઈ જાદવએ પોતાનું મોટર સાઈકલ ફૂલ સ્પીડમાં માનવ જિંદગી જોખમાય તે રીતે ચલાવી ફરિયાદી રાકેશભાઈના ભત્રીજાને હડફેટે લઇ પછાડી દઈ માથામાં ઈજા કરી ફરિયાદી રાકેશભાઈને લાકડી વતી માર માર મારી માથામાં ઈજા કરી આરોપી મહેન્દ્રભાઈ ચંદુભાઈએ લાકડી વડે માર મારી ગાળો આપી આરોપી સંજય ધનજીભાઈ જાદવ અને આરોપી દિલીપભાઈ ઘનજીભાઈએ મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે.

(11:37 am IST)