Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

વાંકાનેરના કોઠી આરોગ્ય કેન્દ્રમાં મહિલાની સલામત ડીલેવરી

મોરબી,તા. ૧૯: ગુજરાતમાં વાવાઝોડાની આગાહીને પગલે સગર્ભા બહેનો જેની ડીલેવરી તારીખ નજીક હોય તેવી બહેનોને સલામત સ્થળે અને આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા હોય વાંકાનેરના કોઠી આરોગ્ય કેન્દ્રમાં સગર્ભા મહિલાની સલામત ડીલેવરી કરાઈ હતી.

વાવઝોડાને પગલે જીલ્લાના આરોગ્ય વિભાગે આગોતરી તૈયારી કરી હતી જેમાં સગર્ભા બહેનો જેની ડીલેવરી તારીખ નજીક હોય તેવા બહેનોને મુશ્કેલી ના થાય તે માટે જીલ્લાના કુલ ૫૯ બહેનોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રો, સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ, પ્રાઈવેટ હોસ્પિટલમાં અગાઉ દાખલ કરવામાં આવ્યા હતા હળવદ તાલુકાના ૧૬, વાંકાનેર તાલુકાના ૧૬, ટંકારામાં ૦૯, માળિયામાં ૧૦ અને મોરબી તાલુકાની ૦૮ બહેનો સહીત ૫૯ બહેનોને સલામત સ્થળે અગાઉથી જ ખસેડવામાં આવ્યા હોય જેમાં કોઠી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક મહિલાની સલામત ડીલેવરી કરાઈ હતી તેમજ ટંકારા તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ટંકારા ખાતે એક મહિલાની સલામત ડીલેવરી કરી હતી.

(11:38 am IST)