Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

જામનગરના સિક્કા દિગ્વિજય ગ્રામ પંચાયતના સરપંચ ઉપર ર શખ્સોનો હુમલો

મરણના દાખલા મુદ્દે મનદુઃખ થતા મારમાર્યોઃ પોલીસ ફરીયાદ

(મુકુંદ બદિયાણી દ્વાર)) જામનગર તા.૧૯ : જામનગરના સિક્કા દિગ્વિજય ગ્રામ પંચાયતના સરપંચ પર બે શખ્સેએ માર મારીને માથા અને હાથ પર ઇજા પહોંચાડયાની પોલીસ સ્ટેશનમાં ફરીયાદ થઇ છે. દાદાના અવસાન બાદ મરણનો દાખલો કઢાવવા બાબતે આરોપીઓએ થયેલ મનદુઃખને લઇને હુમલો કરવામાં આવ્યો હોવાનું ફરીયાદમાં જણાવાયું છે બીજી બાજુ સામે પણ બંને યુવાનોને પણ માર મારવા અંગે સરપંચ અને તેના ભાઇ સામે વળતી ફરીયાદ કરવામાં આવી છે.

જામનગર સિક્ક દિગ્વજય ગ્રામ પંચાયતના સરપંચ જગદિશ વાલજી ચૌહાણ ઉપર ગઇકાલે બપોરે દોઢેક વાગ્યાના અરસામાં સિક્કામાં આવેલા સરમારિયા દાદાના મંદિર પાસે દિપકભાઇ કેશવજીભાઇ ચૌહાણ અને જીતેશ આલજી ચૌહાણ નામના બે લોકોએ બોલાચાલી કરી સિમેન્ટની ઇંટ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં સરપંચને માથા અને હાથના ભાગે ઇજા થઇ હતી આ ઝઘડા દરમિયાન સરપંચના ભાઇ અને અન્ય બે શખ્સોએ વચ્ચે પડી છોડાવ્યા હતા. આ બનાવ બાદ ઘવાયેલ સરપંચને સ્થાનિક હોસ્પિટલમાંજ સારવાર માટે ખસેડાયા હતા જયાં સરપંચને માથામાં ટાંકા લઇ અને હાથમાં ફેકચર થતા સારવાર કરવામાં આવી હતી. આ બનાવ અંગે સિક્કાના સરપંચે બંને શખ્સો સામે સિક્કા પોલીસમાં આઇપીસી કલમ ૩ર૩, ૩ર૪, ૩રપ, પ૦૪ મુજબ ફરીયાદ નોંધાવી હતી જેમાં પંદર દિવસ પૂર્વે આરોપી દીપકના દાદા ગુજરી ગયા બાદ તેનો મરણનો દાખલો દીપકના રાજકોટ રહેતા મોટાબાપુ નાનજી દેવજી લઇ ગયા હતા. જેનુ મનદુઃખ રાખીને બંને શખ્સોએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. જયારે સામા પક્ષે દિપકભાઇ કેશવજીભાઇ ચૌહાણ સરપંચ જગદિશ વાલજી ચૌહાણ અને તેના ભાઇ ધર્મેન્દ્ર વાલજી ચૌહાણ સામે ફરીયાદ નોંધાવી હતી. જેમાં દાદા દેવજીભાઇ કરશનભાઇના મૃત્યુ બાદ પોતના કાકા મોતીલાલ દેવજીભાઇ રહે રાજકોટ વાળાએ અરજી આપી હોવાની બાબતની લઇને બોલાચાલી થયા. બાદ બંનેએ હુમલો કરી માર મારી ઇજા પહોંચાડી હોવાનો આરોપ લગાવાયો છે. પોલીસે બંને ફરીયાદના આધારે હાલ તપાસ હાથ ધરી છે.

(12:56 pm IST)