Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

જૂનાગઢ પોલીસે માનવીય અભિગમ દાખવી ૧૦૦થી વધુ મજુરોનું સ્થળાંતર કર્યું

જૂનાગઢ,તા. ૧૯: તૌકતે વાવાઝોડા માં જૂનાગઢ એસપી રવી તેજા વાસમશેટ્ટીની સૂચના અને માર્ગદર્શનથી ગરીબ અને ઝૂંપપટ્ટીમાં રહેતા લોકોને મદદ કરવાના હેતુથી અને કોઈ લોકો આ વાવાઝોડામાં હેરાનના થાય તેવા આશય થી સૂચના કરવામાં આવેલ.

તોકતે વાવાઝોડું અન્વયે એલ.સી.બી.પી.એસ આઈ આર કે ગોહિલ તથા શબ્બીર ભાઈ બેલીમ તથા દેવશીભાઇ  તથા ભરત ભાઇ સોલંકી તથા જગદીશભાઈ ભાટું એમ બધા તોકતે વાવાઝોડા સંદર્ભે પેટ્રોલિંગ માં હતા તે દરમિયાન રોડ થી દુર હોય તેવા મજૂરોના ઝૂપડામાં કોઈ માણસો નથી તે ચેક કરવાની જરૂરિયાત હતી  કેમ કે વાવાઝોડું હજી ઉનાને દીવની વચ્ચે હતું અને જૂનાગઢ જિલ્લામાં પણ તેની વ્યાપક અસર થવાની શકયતા હતી.

તો રાત્રિના બાર વાગ્યાની આસપાસ ઝૂપડા ઓ ચેક  કરતા ૧૦ ઝૂપડા ની અંદરથી નાના બાળકો  તથા તેના માતાપિતા આશરે ૪૦ જેવા મજૂરો વગેરે મળી આવ્યા અને વરસાદથી ભીંજાયેલા અને કઈ ઓઢવાની પણના હતું તથા પોતે ઉપર નાખેલો પ્લાસ્ટિકના કાગળ પકડીને બેસેલા અત્યંત મુશ્કેલ પરસ્થિતિઓમાં મળી આવેલ આ લોકોને નજીકના જલારામ મંદિરના મેનેજર રાજુભાઈ સાથે  વાત કરીને મંદિર ના હોલમાં સેફ જગ્યાએ તત્કાલીક સરકારી પોલીસની બોલરોમાં બેસાડીને સેફ જગ્યા પર લય ગયેલ. ત્યારબાદ ખામદ્રોલ ચોકડી પાસે આવેલા મજૂરોના દંગામાં ચેક કરતા ત્યાં પણ ઉપર મુજબની પરિસ્થિતિઓમાં બાળકો અને સ્ત્રીઓ તથા પુરૂષો મળી આવે  કુલ ૨૫-૩૦ માણસોને તેઓ અન્ય સ્થળે એ માટે જવા માંગતા ના હોય કે અમારા માલ સામાન જેઓની મૂડી છે તે વય જશે (સાવરણી વેચવાનો ધંધો કરતા તા ) તે લોકો ને સમજાવીને નજીકની હોટેલના માલિક સાથે વાતચીત કરીને સ્થળાંતરિત કરેલ ત્યારબાદ મધુરમ પાસે ના ઝૂંપડપટ્ટીના લોકોને આશરે ૪૦ જનાને નજીકના સેફ જગ્યાએ સ્થળાંતરિત કરેલ ત્યારબાદ સાબલપુર ચોકડી પાસે આવતા ત્યાં ઝૂપડામાં  રહેતા આશરે ૨૦ મજૂરો ને નજીકના સેફ જગ્યાએ સ્થળાંતરિત કરેલ આમ આ આખી રાત દરમિયાન તોકતે વાવાઝોડાના  કપરા સમયમાં પોલીસ દ્વારા  માનવીય અભિગમ દાખવી ને આશરે ૧૦૦ થી વધુ મજૂરો ને સ્થળાંતરિત કરેલ છે.

(1:02 pm IST)