Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

વાવાઝોડાની રાત્રે જૂનાગઢ ૧૦૮ દ્વારા ૬ સગર્ભા બહેનોને હોસ્પિટલે પહોંચાડાઇ

જૂનાગઢ,તા.૧૯: રાજય સરકાર દ્વારા કાર્યરત ૧૦૮ ઈમરજન્સી સેવા જૂનાગઢ જિલ્લાની છ સગર્ભા માટે જીવન આધાર બની છે. આ સગર્ભા માતાઓને વાવાઝોડાની રાત્રે લેબર પેઇન થતા ૧૦૮ દ્વારા જૂનાગઢ ખાતે હોસ્પિટલે પહોંચાડવામાં આવી હતી. વિસાવદરનાં પ્રેમપરાની મહીલાને આઠ માસ પ્રેગ્નન્સીના તેમજ બેકપેઈન થતાં જૂનાગઢ રાત્રે ખસેડાયા હતા. સીએચસી મેંદરડા ખાતે દાખલ બહેનને છ મહિના પ્રેગ્નેન્સી હોય લેબર પેઇન થતાં જૂનાગઢ રીફર કરાયા હતા. ઉપરાંત શાપુર, પ્રજાપતિ સોસાયટી કેશોદ, દાત્રાણા તેમજ લુશાળા ગીરની મહિલાને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ પહોંચાડી ૧૦૮ સેવા આ મહિલાઓ માટે આશીર્વાદરૂપ બની હતી.

(1:03 pm IST)