Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

મોરબી જીલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા શુક્રવારે મળશે, વિવિધ કમિટીની રચના કરાશે

મોરબી જીલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા તા. ૨૧ ને શુક્રવારે બપોરે ૧૨ કલાકે જીલ્લા પંચાયત મોરબીના સભાખંડ ખાતે યોજાશે જેમાં વિવિધ વિકાસલક્ષી એજન્ડા ઉપરાંત કમિટીઓની રચના કરવામાં આવશે
મોરબી જીલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભામાં વિવિધ કમિટીની રચના કરવામાં આવશે ઉપરાંત જીલ્લા કક્ષાએ વિવિધતા સમિતિની રચના કરાશે જીલ્લા પંચાયતના સ્વભંડોળ ગ્રાન્ટમાંથી છેલ્લા ચાર વર્ષમાં જે કામોને વહીવટી મંજુરી અપાયેલ છે અને ગ્રાન્ટ તાલુકા વિકાસ અધિકારીને ફાળવેલ છે તે કામોને વર્ષ ૨૦૨૧-૨૨ માં કામ કરવાની મુદત વધારાને બહાલી આપવા સહિતના એજન્ડાઓને બહાલી આપવામાં આવશે જીલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરાના અધ્યક્ષ સ્થાને મળનારી ખાસ સામાન્ય સભામાં ૨૯ એજન્ડાઓ મુકવામાં આવ્યા છે જે અંગે ચર્ચા બાદ બહાલી આપવામા આવશે

(7:47 pm IST)