Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

ભાવનગરમાં કોરોનાથી બેના મોત અને ૭૭ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૪૮૧ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

જિલ્લામાં નોંધાયેલા કુલ ૨૦,૦૯૪ કેસો પૈકી ૩,૩૩૪ દર્દીઓ હાલ સારવાર હેઠળ

ભાવનગર:ભાવનગર જિલ્લામા આજરોજ ૭૭ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૨૦,૦૯૪ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ૩૫ પુરૂષ અને ૨૦ સ્ત્રી મળી કુલ ૫૫ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં ભાવનગર તાલુકામાં ૫, ઘોઘા તાલુકામાં ૧, તળાજા તાલુકામાં ૩, મહુવા તાલુકામાં ૩, સિહોર તાલુકાઓમાં ૮ તેમજ ગારીયાધાર તાલુકામાં ૨ કેસ મળી કુલ ૨૨ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.
આજરોજ ભાવનગર શહેર ખાતે રહેતા એક કોરોના પોઝિટિવ દર્દીઓ અને ભાવનાગર તાલુકાનાં માલણકા ગામ ખાતે રહેતા એક કોરોના પોઝિટિવ દર્દી મળી કુલ ૨ દર્દીઓનું સારવાર દરમ્યાન અવસાન થયેલ છે. 
જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૧૮૯ અને તાલુકાઓમાં ૨૯૨ કેસ મળી કુલ ૪૮૧ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
આમ જિલ્લામા નોંધાયેલા ૨૦,૦૯૪ કેસ પૈકી હાલ ૩,૩૩૪ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામાં ૨૬૪ દર્દીઓનુ અવસાન થયેલ છે

(8:51 pm IST)