Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

તૌકતે વાવાઝોડા વેળાએ પોરબંદરની સગર્ભાની રસ્તામાં જ 108 એમ્બ્યુલન્સમાં ડિલિવરી કરાઈ

બરડા નજીક ભારવાડાની સગર્ભા મહિલાની રસ્તામાં જ 108 એમ્બ્યુલન્સ દ્વારા પ્રસુતિ કરાવાઈ

પોરબંદર જિલ્લામાં વાવાઝોડાની આગાહી વખતે જિલ્લામાં દર્દીઓની સેવા માટે 108ની બોટ એમ્બ્યુલસ પણ તૈનાત હતી. પોરબંદર જિલ્લાના બરડા નજીક ભારવાડાની સગર્ભા મહિલાની રસ્તામાં જ 108 એમ્બ્યુલન્સ દ્વારા તા.18 મેના રોજ વહેલી સવારે 4 કલાકે તેજ પવન વચ્ચે પ્રસુતિ કરવાઈ હતી.પોરબંદર જિલ્લામાં કુલ 108 એમ્બ્યુલન્સ સેવા આપે છે. એક બોટ એમ્બ્યુલન્સ પણ દર્દીઓ ની સેવા માટે રાખવામાં આવી છે

ગુજરાત ઉપર તાઉતે વાવાઝોડું ટકરાવાનું હોવાથી વાવાઝોડાથી સમગ્ર સૌરાષ્ટ્ર અને ખાસ કરીને મોરબી, પોરબંદર સહિતના જિલ્લાના લોકોનાં આરોગ્ય ઉપર કોઈ માઠી અસર ન પહોંચે તે માટે આગોતરા આયોજનનાં ભાગ રૂપે 108 એમ્બ્યુલન્સ સેવા, 108 એમ્બ્યુલન્સ બોટ તથા આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્યને લગતી કેટલીક આગોતરી તૈયારી કરવામાં આવી હતી.

મોરબી જિલ્લામાં વાવાઝોડાનાં સમયગાળા દરમિયાન જે સગર્ભા બહેનોની ડીલિવરીની તારીખ હોય તેવા સગર્ભા બહેનોને વાવાઝોડાનાં કારણે ડિલીવરી બાબતે કોઈ મુશ્કેલી ઉભી ન થાય તેવા હેતુથી જિલ્લાનાં કુલ 59 બહેનોને પ્રા.આ. કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રો, સબ ડીસ્ટ્રીકટ હોસ્પીટલ, ડીસ્ટ્રીકટ હોસ્પીટલ, તેમજ પ્રાઈવેટ હોસ્પીટલ જેવી સંસ્થાઓમાં સલામત સ્થળો ઉપર અગાઉથી જ દાખલ કરવામાં આવી હતી.

હળવદ તાલુકામાં 16, વાંકાનેર તાલુકામાં 16, ટંકારા તાલુકામાં 9, માળીયા તાલુકામાં 10, અને મોરબી તાલુકામાં 8 બહેનો સહિત જિલ્લામાં કુલ 59 ગર્ભવતી બહેનોને સલામત સ્થળો ઉપર દાખલ કરવામાં આવી હતી. આ પૈકીની બે સગર્ભાની વાંકાનેરના કોઠી તથા ટંકારાના આરોગ્ય કેન્દ્ર ખાતે સલામત ડિલીવરી કરાવવામાં આવી હતી.

(12:20 am IST)