Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

શાપર વેરાવળમા ગુવારગમની ફેક્ટરીમા આગ:લાખોનુ નુકસાન

ફેક્ટરી છેલ્લા કેટલાક સમયથી બંધ હતી:રાજકોટ ગોંડલના ફાયર ફાઇટરો દોડી ગયા

ગોંડલ : ઔધોગિક ઝોન ગણાતા શાપર વેરાવળ મા આવેલી ગુવારગમની ફેકટરીમા વહેલી સવારે આગ લાગતા રાજકોટ ગોંડલ થી દોડી ગયેલા ફાયર ફાઈટરો એ પાણી નો મારો ચલાવી પાંચ થી છ કલાકની જહેમત બાદ આગને કાબુમા લીધી હતી.આગને કારણે લાખો રુપીયાનુ નુકસાન થયાનુ સુત્રો એ જણાવ્યુ હતુ.

પ્રાપ્ત વિગતો મુજબ શાપર વેરાવળ મા એસઆઇડીસી રોડ પર આવેલી લેમ્બર્ટી ઇન્ડીયા પ્રા.લી.નામની ગુવારગમનો પાઉડર બનાવતી ફેકટરીમા વહેલી સવારે પેકિંગ વિભાગ મા આગ ફાટી નિકળતા તુરંત ફાયરબ્રિગેડને જાણ કરાતા રાજકોટથી ત્રણ ફાયર ફાઈટર ઉપરાંત ગોંડલ થી દોડી આવેલા ફાઇટરોએ પાણીનો મારો ચલાવી આગ કાબુમા લીધી હતી.આગ મા શેડ ના પતરા દિવાલ પેકિંગ મટીરીયલ કાચો માલ તથા મશીનરી ને લાખો નુ નુકશાન પહોચ્યુ હતુ.

વધુ વિગતો મુજબ મલ્ટી નેશનલ કંપની આ ફેકટરી ચલાવે છે જેની હેડ ઓફીસ ઇટાલી મા આવી છે.ફેક્ટરી છેલ્લા કેટલાક સમય થી બંધ હોય આગ ની ઘટના વેળા માત્ર એક ચોકીદાર હાજર હતો.

બનાવ અંગે શાપર પોલીસે તપાસ હાથ ધરી છે

(12:08 pm IST)