Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

કચ્છમાં ખેતીની જમીનની ચકાસણીનો પ્રારંભ: ૮૯૮ ગામોમાંથી ૮૯૮૦ નમૂના લેવાશે

સોઈલ હેલ્થ કાર્ડ યોજનાના અમલીકરણ માટે જમીનના નમૂના લેવાની કામગીરી શરૂ કરાઈ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૯

કચ્છ જિલ્લામાં ખેતીવાડી શાખા દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩માં સોઈલ હેલ્થ કાર્ડ યોજનાના અમલીકરણ માટે જમીનના નમૂના લેવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. જમીનના નમુના એકત્રીકરણ માટે ગામની ચારેય દિશામાંથી નમુના લેવામાં આવશે. સદર નમૂનાઓ જમીન ચકાસણી પ્રયોગશાળામાં મોકલી પૃથક્કરણ  કરવામાં આવનાર છે અને પૃથક્કરણ કર્યા પછી સોઈલ હેલ્થ કાર્ડ આપવામાં આવશે.

          કચ્છ જિલ્લામાં ૧૦ તાલુકાઓના ૮૯૮ ગામડામાંથી એક ગામ દીઠ ૧૦ નમૂના એમ કુલ ૮૯૮૦ જમીનના નમૂનાઓ એકત્રીત કરી જમીન ચકાસણી પ્રયોગશાળામાં પૃથક્કરણ અર્થે મોકલવામાં આવશે. જમીનમાં કયા તત્વોનું કેટલું પ્રમાણ છે ? કયા તત્વોની ઉણપ છે ? તે જાણીને ખેડૂતોને કેટલા પ્રમાણમાં ખાતર નાખવું  જોઈએ તેની માહિતી પૃથક્કરણથી મળી રહેશે તેવું જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.

(9:37 am IST)