Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

ગોંડલ : ચેકરિટર્ન કેસમાં આરોપીને છ માસની સજા અને દંડ ફટકારતી કોર્ટ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૧૯: ગોંડલમા અદાલતે ચેક રીટર્નના કેસમાં ચેકની પૂરી રકમ ૭૯,૬૬૪/- સાથે ૩૦૦૦ રૂપિયાનો દંડ અને છ માસની સજા ફટકારી છે. એટલુજ નહિ ચેકની પૂરી રકમ એક માસમાં ના ભરપાઈ કરે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ કરાયો છે.

આ અંગે મળતી વિગતો મુજબ ગોડલમાં આવેલ શ્રી કેશવ કો. ઓપરેટીવ ક્રેડીટ સોસાયટીમાંથી ગોંડલના ઘનજીભાઈ વૈષ્‍ણવએ ધંધા માટે લોન લીધી હતી. આ લોનની રકમની ચુકવણી માટે ધનજીભાઈ વૈષ્‍ણવ એ ચેક આપ્‍યો હતો. આ ચેક બેંકમાં રજુ કરતા બેલેન્‍સના અભાવે રીટર્ન થયો હતો.બાદમાં ગોંડલ શાખાના મેનેજર ભગીરથસિંહ જાડેજા એ વકીલ પરેશભાઈ રામાણી મારફતે કોર્ટમાં કેસ દાખલ કરાયો હતો. આ કેસ ચાલી જતા એડી. જયુડીશીયલ મેજિસ્‍ટ્રેટ પ્રિયા દુઆની કોર્ટે દ્વારા આરોપીને ચેકની પૂરી રકમ ૭૯,૬૬૪/- સાથે ૩૦૦૦ રૂપિયાનો દંડ અને છ માસની સજા ફટકારી છે.

(9:53 am IST)