Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

દીપચંદ ગાર્ડી- આયુર્વેદીક હોસ્‍પિટલનું લોધીકામાં સેવા કાર્ય

(સલીમ વલોરા દ્વારા) લોધીકા, તા.૧૯: દીપચંદ ગાર્ડી - લતા રામનીકલાલ શીવલાલ શાહ આયુર્વેદીક હોસ્‍પિટલ - આણંદપરનું લોધીકા ગામે દર મંગળવારે ડાયાબીટીસ, સાંધાના દુઃખાવા વિગેરે દર્દીઓની વિનામુલ્‍યે તપાસ તેમ જ આયુર્વેદીક દવાઓ આપવાનું સુંદર કાર્ય થાય છે. આ નિદાન કેમ્‍પમાં ડો.મહેતા, ડો.વાજા, ડો.લાઠીયા દર્દીઓને તપાસી નિયમિત દવા આપે છે. કેમ્‍પને સફળ બનાવવા પુર્વ સરપંચ રણજીતસિંહ જાડેજા, શાળાના આચાર્ય મજેઠીયા જહેમત ઉઠાવે છે. દર મંગળવારે યોજાતા વિનામુલ્‍યે નિદાન કેમ્‍પનો વધુમાં વધુ લોકો લાભ લે તેવી અપીલ કરાઇ છે.

(10:02 am IST)