Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

ધારીમાં રણજીતસિંહ સોલંકીને રવિ કોળીએ પેટમાં છરી ભોંકી દીધી

રાજપૂત યુવાનને ગંભીર ઇજા થતાં રાજકોટ સારવારમાં: રણજીતસિંહના ભાભીએ લાલા અને સંજયને ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં ડખ્‍ખો

રાજકોટ તા. ૧૯: ધારીમાં રહેતાં કારડીયા રાજપૂત યુવાન રણજીતસિંહ ભગવતસિંહ સોલંકી (ઉ.૩૦)ને ગામના જ રવિ કોળીએ પેટમાં છરીનો ઘા ભોંકી દેતાં ગંભીર ઇજા થતાં ધારી, અમરેલી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં ધારી પોલીસે રાજકોટ આવી ફરિયાદ નોધવા તજવીજ કરી હતી.

ઇજાગ્રસ્‍ત રણજીતસિંહ ચાર ભાઇ અને એક બહેનમાં નાના છે. તે હીરા ઘસવાનું કામ કરે છે. પોલીસના કહેવા મુજબ રણજીતસિંહના ઘર પાસે સંજય અને લાલો કોળી ઝઘડો કરી ગાળો બોલતાં હોઇ રણજીતસિંહના ભાભીએ તેને ઘરથી દૂર જવાનું અને ગાળો નહિ બોલવાનું કહેતાં એક શખ્‍સે ધક્કો દઇ તેણીને પછાડી દીધા હતાં. રણજીતસિંહ મદદ માટે દોડી આવતાં અને લાલાને ટપારતાં લાલાનો ભાઇ રવિ છરી લઇને દોડી આવ્‍યો હતો અને રણજીતસિંહના પેટમાં ઘા ઝીંકી દીધો હતો. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(11:12 am IST)