Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

મુળીમાં ડેન્‍ગ્‍યુ અટકાવવા લોકોને માર્ગદર્શન

વઢવાણઃ રાષ્‍ટ્રીય ડેન્‍ગ્‍યુ દિવસ નિમિત્તે દર્શનભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ તાલુકાના વિવિધ સેન્‍ટરોના ટીમ દ્વારા આઇ.ઇ.સી કામગીરી, પોશનાશક અને એબેટની કામગીરી હાથ ધરી લોકોને સામે જાગૃત કરાયા હતા.એડીસી ઇજીપ્તી મચ્‍છર કરડવાથી ડેન્‍ગ્‍યુ થાય છે. મચ્‍છરની ઉત્‍પતિ રોકવા ઘરમાં ખાસ કરીને ચોમાસાની ઋતુમાં પાણીના ટાકા, પાણી ભરવાના પાત્રો ઢાકીને રાખવા, ડબ્‍બા ટાયરોનો યોગ્‍ય, નિકાલ કરવો, પક્ષીકુંજ સહિતના પાણી ભરાતા પાત્રોની સમયાંતરે સાફ સફાઇ કરવા અંગે બનશે. પેમ્‍પલેટ અને રૂબરૂ મળીને લોકોને જાગૃત કરાયા હતા.(તસ્‍વીર અહેવાલઃ ફઝલ ચૌહાણ-વઢવાણ)

(12:09 pm IST)