Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

ભાવનગરમાં ૨૫ સ્‍થળોને રેડ/ યેલો ઝોનમાં મુકાયા પરવાનગી વગર ફોનના ઉપયોગ પર પ્રતિબંધ

મેઘના હિરાણી તા.૧૯ ભાવનગર જિલ્‍લામાં આવેલ આઇ.ઓ.સી.એલ.પી.જી શીલીંગ બોટલીંગ પ્‍લાન્‍ટ તગડી, નવુ-જૂનું ફિલ્‍ટર, મોબાઇલ ટેલીફોન એક્ષચેન્‍જ,રેલ્‍વે સ્‍ટેશન વર્કશોપ, ટેલીફોન એક્ષચેન્‍જ પાનવાડી, જેટકો સબ સ્‍ટેશન, એરપોર્ટ, ટીવી રીલે સેન્‍ટર, સ્‍ટીલજેટી નવા બંદર, ફુડ ગોડાઉન જૂના બંદર, આઇ.ઓ.સી. ડેપો જૂના બંદર, હેડ પોસ્‍ટ ઓફીસ, ટ્રાન્‍સમીશન સ્‍ટેશન ચાવડી ગેટ, જેટકો સબ સ્‍ટેશન વરતેજ, ઘોઘા બંદર, શીપ બ્રેકિંગ યાર્ડ અલંગ, ટેલીફોન એક્ષચેન્‍જ તળાજા, જેટલો સબ સ્‍ટેશન તળાજા ᅠનેસવડ -મહુવા પાલીતાણા, ટેલીફોન એક્ષચેન્‍જ પાલીતાણા તથા શેત્રુંજી ડેમ સહિતના ૨૫ સ્‍થળોને ભારત ગૃહ મંત્રાલયની એસ.ઓ.પી.અને ડ્રોન રુલ્‍સ ૨૦૨૧ મુજબ વર્ગીકૃત કરી રેડ/ યેલો ઝોનમાં મુકાયા છે.

જેથી યુએવી જેવા સાધનોથી દેશ-વિદેશી સંગઠનો, આતંકવાદીઓ અને ભાંગફોડીયા તત્‍વો સુરક્ષાને હાનિ ન પહોંચાડે. તે માટે પરવાનગી વગર ડ્રોનના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્‍ટ્રેટ બી.જે.પટેલ દ્વારા બહાર પડાયું છે. જાહેરનામાનો ભંગ કરનારને સજા થશે.

(11:16 am IST)