Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

સાયલાના મદારગઢ ગામે સરપંચના પુત્રની હત્‍યા

યુવતિનો મોબાઇલ નંબર આપવાના મામલે બે જૂથો સામસામે આવી ગયા : પાંચને ઇજા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૯ : સાયલા તાલુકાના મદારગઢ ગામે હત્‍યાનો બનાવ સામે આવ્‍યો છે યુવતીના નંબર લેવાના મામલે ધિંગાણું સર્જાયું છે જેમાં મદારગઢ ગામના સરપંચ ના મોટા દીકરાને છરીના ગંભીર ઘા વાગતા પ્રાથમિક સારવાર માટે સાયલા ખસેડવામાં આવ્‍યા હતા પરંતુ તેમની હાલત લથડતા સરપંચના મોટા દીકરા કુકડીયા જયેશભાઈ પરસોત્તમભાઈ ને સુરેન્‍દ્રનગર ખાતે સારવાર માટે લાવવામાં આવ્‍યા હતા પરંતુ તેમનું રસ્‍તામાં જ મોત થવા પામ્‍યું છે જેને લઇને મદારગઢ ગામના સરપંચ ના મોટા દીકરાને હત્‍યાના મામલે ગામમાં શોકનું મોજુ ફરી વળવા પામ્‍યું છે અને આ મામલે પોલીસ પણ ઘટનાસ્‍થળે દોડી ગઇ છે અને ચાપતો પોલીસ બંદોબસ્‍ત ગોઠવી અને હાલમાં આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્‍દ્રનગર જિલ્લામાં હવે સામાન્‍ય બાબતે મારામારી અને જૂથ અથડામણના બનાવો વધતા જઈ રહ્યા છે જેમાં ખાસ કરીને જે યુવતીની છેડતી અને અન્‍ય યુવતી મામલાના બનાવવામાં જૂથ અથડામણના બનાવો વધતા જઈ રહ્યા છે વધુ એક જૂથ અથડામણનો બનાવ મદારગઢ ગામે સામે આવ્‍યો છે યુવતીના નંબરની આપ-લે ના મામલે સામસામે બે જૂથો વચ્‍ચે ધીંગાણા સર્જાયા છે અને પાંચથી વધુ લોકોને ઇજા પહોંચી છે અને સરપંચ ના મોટા દીકરાને ગંભીર ઈજાઓ પહોંચતા મોત નિપજવા પામ્‍યું છે તમામ ઇજાગ્રસ્‍તોને સારવાર માટે સુરેન્‍દ્રનગર શહેરની ટી.બી હોસ્‍પિટલ ખાતે લાવવામાં આવ્‍યા છે અને તમામની તબિયત સ્‍થિર હોવાનું પણ ડોક્‍ટરની ટીમ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.

મદારગઢ ગામે હત્‍યાના બનાવના પગલે સુરેન્‍દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઇ સહિતનો સ્‍ટાફ ઘટના સ્‍થળે દોડી ગયો છે અને સ્‍થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્‍થળે દોડી ગયો છે ગામમાં ચૂસ્‍ત પોલીસ બંદોબસ્‍ત ગોઠવી દેવામાં આવ્‍યો છે કોઈપણ પ્રકારના છપકલા અથવા કોઈપણ પ્રકારની કાયદો-વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ ન કથળે તે માટે પોલીસનો ચુસ્‍ત બંદોબસ્‍ત ગોઠવી અને આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સામે પક્ષના ઇજાગ્રસ્‍તો છે તેમને પણ ટીબી હોસ્‍પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્‍યા છે.

સુરેન્‍દ્રનગર જિલ્લા પ્રસાસન વિભાગ દ્વારા જિલ્લામાં કાયદો વ્‍યવસ્‍થા અને શાંતિ જળવાય તે માટે હથિયાર બધી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્‍યું છે જાહેરમાં કોઈ ટોળા સાથે ધોકા પાઈપ છરી તલવાર અને રાયફલ જેવું હથિયાર લઈને નીકળે તો તેમના વિરોધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટે જિલ્લા પ્રશાસન વિભાગે વહીવટી તંત્ર જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે પરંતુ આ જાહેરનામાનો ભંગ થતાં હોવાની રાવ ફરિયાદ ઉઠવા પામી છે અવાર નવાર શહેરી તથા ગ્રામીણ વિસ્‍તારોમાં મારામારીના બનાવમાં તરીક્ષણ હથિયારોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું પણ સામે આવેલ છે જેને લઈને પ્રસાસન વિભાગના જાહેરનામું બહાર પાડવામાં આવ્‍યું છે તેના ઉપર પણ સવાલો ઉભા થઇ રહ્યા છે.

(12:09 pm IST)