Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

જામનગરમાં ગાળો બોલવા બાબતે બઘડાટી

જામનગર, તા.૧૯: સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં જુબેદાબેન આમદભાઈ ખીરા, ઉ.વ.૪૦, રે. શંકરટેકરી, નવી નિશાળ પાસે, રજાનગર, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી જુબેદાબેનના જેઠનો દિકરો ઈરફાન તથા તેની પત્‍ની ઘરમા માથાકુટ કરતા હોય અને ગાળાો બોલતા હોય અને બાજુમાં ભાડેથી રહેતા નસીમભાઈ એ ઈરફાનને ગાળો બોલવાની ના પાડતા નસીમભાઈ સાથે ઈરફાન માથાકુટ બોલાચાલી થતા નસીમભાઈએ તેના મકાન માલિક આરોપી નઈમભાઈ ને જાણ કરતા આરોપીઓ નઈમભાઈ, આરીફભાઈ, ફારૂકભાઈ, વાહીદભાઈ રે. જામનગરવાળા ફરીયાદી જુબેદાબેનના ઘરની બહાર આવતા ફરીયાદી જુબેદાબેન બહાર નીકળતા આરોપીઓએ ફરીયાદી જુબેદાબેનને ગાળો આપી આરોપી આરીફભાઈએ ફરીયાદી જુબેદાબેનને ધોકાથી ડાબા પગમાં માર મારી મુંઢ ઈજા કરી તેમજ આરોપી નઈમભાઈ, ફારૂકભાઈ, વાહીદભાઈ એ ફરીયાદી જુબેદાબેનને ઢીકાપાટુનો મારમારી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.

સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં નઈમ ફારૂકભાઈ બાબવાણી, ઉ.વ.ર૭, રે. શંકરટેકરી, નવી નિશાળની બાજુમાં લકી ગેરેજવાળી ગલી, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, આરોપી ઈરફાન ઉમરભાઈ ખીરા તેની પત્‍ની સાથે તેના ઘરમાં ઝઘડો કરી ગાળો બોલતા હોય જેથી ફરીયાદી નઈમના મકાનમાં રહેતા ભાડુઆતની બારી તે બાજુ પડતી હોય ભાડુઆત સમજાવતા ભાડુઆત સાથે બોલાચાલી કરતા ભાડુઆત ફરીયાદી નઈમના દાદીને વાત કરતા ફરીયાદી નઈમના દાદી સમજાવતા આરોપી જુબેદાબેન આમદભાઈ ખીરા એ ફરીયાદી નઈમના દાદીને ઢીકાપાટુનો માર મારેલ જે દરમ્‍યાન ફરીયાદી નઈમ આવી જતા આરોપીઓ સદામ આમદ ખીરા, ઈરફાન ઉમરભાઈ ખીરા, ઉમરભાઈ આમદભાઈ ખીરા, જુબેદાબેન આમદભાઈ ખીરા, રે. જામનગરવાળા ફરીયાદી નઈમ ને આરોપી સદામ આમદ એ તેની પાસે રહેલ પાઈપ માથામા જમણી બાજુ મારી ટાકાની ઈજા કરી તેમજ બીજા ઘા જમણા હાથમાં મારી મુંઢ ઈજા કરી તેમજ આરોપી ઈરફાન ઉમરભાઈ ખીરા, ઉમરભાઈ આમદભાઈ ખીરા, જુબેદાબેન આમદભાઈ ખીરા એ ફરીયાદી નઈમને ઢીકાપાટુનો મારમારી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.

ક્રિકેટ મેચ ઉપર જુગાર

સીટી સી પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. મહેન્‍દ્રસિંહ મહિપતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, જનતા ફાટક ગુરૂકૃપા હોટલ પાસે, જામનગરમાં આરોપી હરપાલસિંહ છોટુભા વાળા, રે. જામનગરવાળો પોતાના મોબાઈલમાં મેચના હારજીત પર જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરતા રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.૩૧,પ૦૦/- તથા મોબાઈલ ફોન નંગ-૧, કિંમત રૂ.૩૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૬૧,પ૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી સોદા કરનાર બીરજુ પટેલની અટક બાકી હોય આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(1:05 pm IST)