Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

બગસરામાં બોર બુરી દેનાર વાડાસડાનો ભાગિયો ઝડપાયો

અમરેલી તા. ૧૯ ઃ.. અશોકકુમાર પોલીસ મહાનિરીક્ષક ભાવનગર એ રેન્જના જીલ્લાઓમાં અનડીટેકટ ગુન્હોઓને શોધી કાઢવા સુચના આપેલ હોય જે અન્વયે હિમકર સિંહ પોલીસ અધિક્ષક, અમરેલી દ્વારા મીલકત વિરૃધ્ધના અનડીટેકટ ગુન્હાઓને શોધી કાઢવા ઝૂંબેશ રાખેલ હોય જે. પી. ભંડારી નાયબ પોલીસ અધિક્ષક અમરેલીનાઓના માર્ગદર્શન હેઠળ  એ. એમ. દેસાઇ પો. ઇન્સ. બગસરા નાઓની ટીમ દ્વારા અમરેલી બગસરા પોલીસ સ્ટેશન ગુ. ર. નં. ૧૧૧૯૩૦૦૯રર૦ર૬૮, ર૦રર-આઇપીસી ૪ર૭,૪૪૭,૪૩૦ મુજબના કામના ફરીયાદીની વાડીએ કોઇ અજાણ્યા ઇસમે આર્થિક નુકશાન કરવાના  ઇરાદે વાડીની બોરીંગદારનો પાઇપ તોડી સબમર્સીબલ મોટર વાયર સાથે બોરીંગદારમાં નાખી બોરીંગદાર બુરી દઇ તેમજ કુવાની સબમર્શીબલ મોટરનો પાઇપ  કાપી મોટર કુવામાં નાખી દઇ તેની સાથેનો કેબલ વાયર પણ કુવા નાખી દઇ જે કેબલ વાયરની કિ. રૃા. ર૦,૦૦૦ તથા બોરીંગદારની સબમર્સીબલ મોટરની કિ. રૃા. ૪૦,૦૦૦ તથા બોરીગદારના કેબલવાયર જેની કિ. રૃા. પ૦,૦૦૦ મળી કુલ કિ. રૃા. ૧,૧૦,૦૦૦ નું નુકશાની થયેલ હોય જે સદરહુ ગુન્હાના કામે ફરીયાદીના અગાઉના ભાગીયા રમેશભાઇ રણછોડભાઇ શીંગાળા રહે. વાડાસડા તા. જેતપુર વાળાને પકડી પાડેલ છે.

મજકુર ઇસમ ફરીયાદીની વાડીએ છેલ્લા ત્રણ ભાગ્યુ રાખી રહેતો હોય અને આ વર્ષે ફરીયાદીએ આરોપીને ભાગ્યુ રાખવા માટે વાડીના એક વિઘાની રકમ કિ. રૃા. પ૦૦૦ થી વધારી કિ. રૃા. ૭૦૦૦ ની કરેલ હોય જે રકમ બાબતે એક બીજાને મન મેળ ન થતા ફરી. એ ભાગ્યુ આપવાની ના પાડેલ જે બાબતેનું મનદુઃખ રાખી આ કામેના આરોપીએ ફરી.ની વાડીએ કિ. રૃા. ૧,૧૦,૦૦૦ નું નુકશાન કરેલ હોય આ કામગીરીમાં અના. હેડ કો. ડી. ટી. બળસટીયા, અના. હેઙ કો. એ. વી. જુણેજા, પો. કો. સંજયભાઇ ખાડક, તથા પો. કો. કનુભાઇ બાંભણીયા તથા સર્વેલન્સ ટીમ બગસરા પોલીસ સ્ટાફ જોડાયેલ હતાં.

(1:08 pm IST)