Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

મીઠાપુર અને સલાયામાં ધમધમતી દેશી દારૂની ત્રણ ભઠ્ઠી પર પોલીસ ત્રાટકીઃ બે શખ્‍સો ઝબ્‍બે, એક ફરાર

(કોૈશલ સવજીયાણી દ્વારા) ખંભાળિયા તા.૧૯: ખંભાળીયા તાલુકાના પરોડીયા ગામે રહેતા દેવીયા લગધીર સાખરા નામના શખ્‍સ દ્વારા પોતાના કબ્‍જા  ભોગવટાના રહેણાંક મકાનની ઓસરીમાં રાખવામાં આવેલ દેશી દારૂના ૧૦૦ લીટર આથા તેમજ દેશી દારૂ બનાવવાના વિવિધ સાધનો સહિતનો મુદ્દામાલ સલાયા મરીન પોલીસે કબજે લીધો છે. આ દરોડા દરમિયાન આરોપી દેવીયા લગધીર પોલીસના હાથ ન લગતા હાલ તેને ફરાર જાહેર કરવામાં આવ્‍યો છે.

અન્‍ય દરોડામાં મીઠાપુર પોલીસે દેવપરા ગામે રહેતા અરજણભા માપભા માણેક નામના શખ્‍સના રહેણાંક મકાનમાં દરોડો પાડી, દેશી દારૂ, દારૂ બનાવવાનો આથો, વિવિધ વાસણ, ગેસનો બાટલો અને ચૂલો વિગેરે મળી કુલ રૂપિયા ૩,૩૮૦ ના મુદ્દામાલ સાથે અરજણભા માણેકની અટકાયત કરી હતી.

જ્‍યારે સુરજકરાડી વિસ્‍તારમાં રહેતા વેરસીભાઇ સમૈયાભા જામ નામના ૩૪ વર્ષીય શખ્‍સ દ્વારા પોતાના રહેણાંક મકાનમાં દારૂ અંગેની પ્રવૃત્તિ કરતા કુલ રૂપિયા ૨૬૪૦ ના વિવિધ મુદ્દામાલ સાથે મીઠાપુર પોલીસે તેની અટકાયત કરી, પ્રોહીબીશેન એકટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી. 

(2:27 pm IST)