Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

જામનગરમાં લમ્‍પી રોગથી ૯૦ ગાયના મોત : કોંગ્રેસ દ્વારા રસીકરણની માંગ

વિપક્ષી કોર્પોરેટર રચના નંદાણીયાની આગેવાનીમાં આસિસ્‍ટન્‍ટ કમિશ્નરને આવેદન

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧૯ : જામનગરમાં લમ્‍પી રોગને કારણે અનેક ગાયો માં લક્ષણો જોવા મળી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં ૯૦ જેટલા ગાયોના પણ મોત થયા છે ત્‍યારે લમ્‍પી રોગને તાત્‍કાલિક અટકાવવા માટે મહાનગર પાલિકાના વિપક્ષી કોર્પોરેટર અને અગ્રણીઓ દ્વારા આવેદનપત્ર પાઠવી પગલાં લેવા માગણી કરાઈ છે.

જામનગર શહેરમાં ૨ મે થી ગાયોમાં લમ્‍પી નામના રોગના લક્ષણો જોવા મળી રહ્યા છે અને સામાન્‍ય રીતે ગાયમાં આ રોગને લઈને શરીરે ફોડકીઓ થઈ અને તે ફોડકીઓ ફુટી થોડા સમયમાં મળત્‍યુ પામે છે. આવા કિસ્‍સાઓ છેલ્લા કેટલાક દિવસોમાં વધી રહ્યા છે અને લમ્‍પી રોગને કારણે ગાયોમાં મળત્‍યુનું પ્રમાણ પણ વધી રહ્યું છે ત્‍યારે મહાનગરપાલિકાના શહેરી વિસ્‍તારમાં ગાયો માં આ રોગ અટકાવવા માટે વિપક્ષી કોર્પોરેટર રચનાબેન નંદાણીયા ની આગેવાનીમાં અગ્રણીઓ દ્વારા આસિસ્‍ટન્‍ટ કમિશનર બી.જે પંડ્‍યા ને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઇ છે.

જામનગરમાં છેલ્લા કેટલાક દિવસોમાં લમ્‍પી રોગને લઈને ગાયોના ટપોટપ મળત્‍યુ થઈ રહ્યા હોવાની ઘટનાઓને લઈને મહાનગર પાલિકામાં આવેદનપત્ર પાઠવી બે દિવસની અંદર રસીકરણ તેમજ તકેદારીના પગલાં લેવા માગણી કરાઈ છે. ત્‍યારે જામનગરમાં ગાયોમાં પ્રસરતા આ ગંભીર પ્રકારના રોગને અટકાવવા માટે મહાનગર પાલિકાનું તંત્ર પણ તપાસ કરી પગલાં લેશે તેવું આસિસ્‍ટન્‍ટ કમિશનર બી.જે. પંડ્‍યાએ કહ્યું હતું. (તસ્‍વીરો  : કિંજલ કારસરીયા, જામનગર)

(1:14 pm IST)