Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

ગાંધીચોક ખાતે એરક્રાફટનું લોકાર્પણ

 જુનાગઢઃ મહાનગરપાલિકા દ્વારા એર ફોર્સ-દિલ્‍હી વિભાગ સાથે સંકલનમાં રહી એરક્રાફટ જુનાગઢ શહેરને ફાળવવા રજુઆત કરેલ હતી. એરક્રાફટને એરફોર્સ વિભાગ દ્વારા ‘ટી.ટી.એલ.ઇ. એચ.પી.ટી.-૩૨ એરક્રાફટ'ને ડીસ-મેન્‍ટલીંગ કરી જૂનાગઢ ખાતે પહોંચાડવામાં આવેલ. જે મુજબ ઇન-હાઉસ ટીમ દ્વારા એરક્રાફટ ફરીથી ઇન્‍સ્‍ટોલેશન કરી જરૂરી આનુસંગીક  કામગીરી પૂર્ણ કરી  ગાંધીચોક ખાતે એરક્રાફટને મેયર ગીતાબેન એમ.પરમારનાં હસ્‍તે લોકાપર્ણ કરવામાં આવ્‍યું જેમાં ડે.મેયર  ગીરીશભાઇ કોટેચા, સ્‍થાયી સમિતિના ચેરમેન હરેશભાઇ પરસાણા, શાશક પક્ષના નેતા કિરીટભાઇ ભીંભા, દંડક અરવિંદભાઇ ભલાણી, શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઇ શર્મા, પૂર્વ મેયર ધીરૂભાઇ ગોહેલ, કોર્પોરેટર  હિમાંશુભાઇ પંડયા, રાકેશભાઇ ઉદાણી, પ્રફુલાબેન ખેરાળા, દિવાળીબેન પરમાર, બ્રીજેશાબેન ધુધલ, કાર્યપાલક ઇજનેર અલ્‍પેશભાઇ ચાવડા ઉપસ્‍થિત રહ્યા હતા.  ‘ટી.ટી.એલ.ઇ. એચ.પી.ટી.-૩૨ એરક્રાફટ' શહેરીજનો માટે ગાંધીચોક ખાતે પ્રદર્શિત  કરવામાં આવેલ છે

(2:23 pm IST)