Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

જામનગર - ગીંગણી -જામવાડી સહિત હાલારમાં જુગાર દરોડા

જામનગર, તા.૧૯: પંચ બી પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. નિર્મળસિંહ ભરતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, યુનો પેટ્રોલપંપની સામે ખીમલીયા પાટીયા પાસે, જામનગરમાં આરોપી મીલન ચંદુભાઈ દેગામ એ મોબાઈલમાં વોટસએપ દ્વારા ચેટીંગ કરી વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.૧ર,૭ર૦ તથા મોબાઈલ ફોન નંગ-૧, કિંમત પ,૦૦૦/- તથા એક એકટીવા મોટરસાયકલ જેના રજી.નં. જી.જે.-૦૩-કે.એસ.-૧પ૮૦ જેની કિંમત રૂ.ર૦,૦૦૦/- મળી કુલ રૂ.૩૭,૭ર૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.તથા અન્‍ય આરોપી બાબુભાઈ, સુનીલ, નિલેશ રામજીભાઈ, મો.નં.૮૭૮૦૯૮૧૦૧૬ વાળો તથા હિતેષ, ભાઈલો બેચરભાઈ ઝીંઝુવાડીયા, મુન્‍નાભાઈ, હીતીન પટેલ, ગીરીશભાઈ, હુશેનભાઈ, વિમલ પટેલ, આદીલ, મયંકની અટક બાકી હોય આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગીંગણી ગામના નદીના કાંઠે જુગાર રમતા પાંચ ઝડપાયા

જામજોધપુર પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. રમેશભાઈ માયાભાઈ બોડિયાવદર એ ફરીયાદ નોંધાવી છે કે, ગીંગણી ગામની નદીના સામા કાંઠે કોટડા બાવીસી ગામ તરફ જવાના રસ્‍તે અનીલભાઈ કાંતીભાઈ લાડાણીની વાડીના સેઢા પાસે, આવેલ ઓરડીમાં આરોપીઓ નવીનચંદ્રભાઈ કાંતીલાલ લાડાણી, નરોતમભાઈ રતીલાલભાઈ મીઠીયા, ધીરૂભાઈ ચનાભાઈ સોલંકી, મનજીભાઈ નાથાભાઈ વઘેરા, અશોકભાઈ મોહનભાઈ ખાંટ એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.૬પ૯૦/- તથા ટોચ લાઈટ એક કિંમત રૂ.પ૦/- મળી કુલ રૂ.૬૬૪૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.

જામવાડી ગામે જુગાર રમતા ત્રણ ઝડપાયા

જામજોધપુર પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. અશોકભાઈ બાબુભાઈ ગાગીયા એ ફરીયાદ નોંધાવી છે કે, જામવાડી ગામના ચોરા પાસે સ્‍ટ્રીટ લાઈટના અજવાળે આરોપીઓ પરેશભાઈ બાલાભાઈ ચાવાડ, સાજણભાઈ માયાભાઈ ચાવડા, હમીરભાઈ આલાભાઈ ધ્રાંગુ, રે. જામવાડી ગામવાળા એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.પ૦૮૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.

દારૂના ૮ ટીન સાથે ઝડપાયો

સીટી એ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. યોગેન્‍દ્રસિંહ નીરૂભા સોઢા એ ફરીયાદ નોંધાવી છે કે,  હવાઈચોક પોસ્‍ટ ઓફીસ સામે, જાહેરમાં આરોપી કરણ વિમલભાઈ કનખરા, રે. જામનગરવાળો પોતાના કબ્‍જામાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર બીયરના ટીન નંગ-૮, કિંમત રૂ.૮૦૦/- લઈ નીકળતા ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી મો.૯૩૧૩૩૦૩પ૬૬ વાળો પુરો પાડનાર આરોપી ફરાર થઈ ગયેલ છે.

વર્લીમટકાનો જુગાર

જામજોધપુર પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ.અશોકભાઈ બાબુભાઈ ગાગીયા એ ફરીયાદ નોંધાવી છે કે, પ્રભાત સ્‍ટુડીયો પાસે, જામજોધપુરમાં આરોપી બીપીનભાઈ રમણીકભાઈ દોશી, એ જાહેરમાં વર્લીમટકના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી નશીબ આધારીત જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧૧પ૦/- સાથે ઝડપાઈ ગયેલ છે. તથા અન્‍ય આરોપી વર્લીના આંકડા લખાવનાર ધનજીભાઈ પરસોતમભાઈ ખાંટ, મહેન્‍દ્રભાઈ ઉર્ફૈ જીકો વિઠ્ઠલભાઈ ભરણીયા ફરાર થઈ ગયેલ છે.

(1:43 pm IST)