Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

ખંભાળિયામાં યુવતી લાખોની મતા લઇને ભાગી ગઇઃ ર યુવતી - પરિણીતા લાપતા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૧૯ : શહેર તથા નજીકના વિસ્‍તારોમાં બે યુવતીતથા એક પરિણીતા ગુમ થયાના ત્રણ બનાવો બનતા ભારે ચર્ચા જાગી છે.

અહીંના શકિતનગર વિસ્‍તારમાં એક પુખ્‍ત યુવતી અને જ્ઞાતિના યુવક સાથે લાખોની મતા લઇને ચાલી ગઇ હોય તથા અન્‍ય એક યુવતી તે પણ પુખ્‍ત છે તે ગુમ થઇ જતા તથા એક ચાર વર્ષની પુત્રીની માતા પણ ફેસબુકના ફ્રેન્‍ડના ચકકરમાં ગુમ થતા ભારે ચર્ચા જાગી છે તથા આ બાબતે પોલીસને પણ જાણ કરાયાનું કહેવાય છે. ફેસબુક વોટસએપ તથા સોશ્‍યલ મીડીયા અને અન્‍ય સાઇટોના વ્‍યાપક ઉપયોગ અને મોબાઇલના વધતા જતાં ચલણ અને દુરૂપયોગથી ગુમ થવા લાગી જતા મનમેળ થતાં લગ્નજીવન છોડીને નાસી જવાના બનાવો પણ હવે વ્‍યાપક થયા  છે. જેમાં કેટલાય કિસ્‍સામાં ફરિયાદો પણ થતી નથી તો પુખ્‍ત યુવીત હોય ફરિયાદો પણ ના કરી શકાય તેવું થાય છે.

(2:24 pm IST)