Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

શેરીયાઝનો બુટલેગર પાસામાં જેલહવાલે

 જૂનાગઢ,તા.૧૯ : માંગરોળ તાલુકાના શેરીયાઝ ગામના પ્રોહી બુટલેગર વિજયભાઇ સ.ઓ. રામભાઇ બાવનભાઇ ખાંભલા રબારી (ઉવ.૩૦) રહે. શેરીયાઝ વાડી વિસ્‍તાર, કોળી સમાજની બાજુમાં તા. માંગરોળ વાળા વિરૂધ્‍ધ પાસા વોરંટ ઇસ્‍યુ કરવામાં આવેલ. જે પાસા વોરંટ ઇસ્‍યુ થયા બાદ સામાવાળાને પકડી પાડવા ક્રાઇમ બ્રાન્‍ચના પોલીસ ઇન્‍સ. એચ.આઇ.ભાટીના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. ડી.જી.બડવા તથા પો.સ્‍ટાફ વોચ તપાસમાં હતા. દરમ્‍યાન પો.કોન્‍સ. ડાયાભાઇ કરમટા, કરશનભાઇ કરમટા, ભરતભાઇ સોનારાને સંયુકતમાં હકિકત મળેલ કે, સદર પાસા વોરંટનો આરોપી પોરબંદર જિલ્લાના બોખીરા ગામ તરફ જતા રસ્‍તા ઉપર હોવાની બાતમી હકિકત આધારે પોરબંદર બોખીરા રોડ ઉપર મળી આવતા હસ્‍તગત કરી સેન્‍ટ્રલ જેલ, વડોદરા ખાતે મોકલી આપવામાં આવેલ. ક્રાઇમ બ્રાન્‍ચના પોલીસ ઇન્‍સ. એચ.આઇ.ભાટી તથા પો.સબ. ઇન્‍સ. ડી.જી.બડવા તથા પો.સબ ઇન્‍સ. જે.જે.ગઢવી સી ડીવીઝન પો.સ્‍ટે. તથા ક્રાઇમ બ્રાન્‍ચ જૂનાગઢનના એ.એસ.આઇ નિકુલ એમ. પટેલ તથા પો. હેડ કોન્‍સ. જીતેષ એચ.મારૂ, પોલીસ કોન્‍સ. ડાયાભાઇ કરમટા, ભરતભાઇ સોનારા, કરશનભાઇ કરમટા તથા વુ. પો.કોન્‍સ. રાજેશ્રી દિવરાણીયા તથા સી ડીવીઝન પો.સ્‍ટે. એ.એસ.આઇ એન.વી.રામ તથા પો. હેડ કોન્‍સ. સંજયસિંહ રાઠોડ વિગેરે પોલીસ સ્‍ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છુે.

(1:49 pm IST)