Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

લોધીકાના છેતરપીંડીના ગુન્‍હામાં વોન્‍ટેડ આરોપીને રૂરલ પેરોલ ફર્લો સ્‍કવોડે ઝડપી લીધો

ગોંડલના લુણીવાવ ગામની ગૂમ પરીણીતાને એન્‍ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ શાખાએ શોધી કાઢી

રાજકોટ, તા., ૧૯: લોધીકાના છેતરપીંડીના ગુન્‍હામાં વોન્‍ટેડ આરોપીને રૂરલ પેરોલ ફર્લો સ્‍કવોડે રાજકોટમાંથી દબોચી લીધો હતો.

જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવાની રૂરલ એસપી જયપાલસિંહ રાઠોડની સુચના અન્‍વયે પેરોલ ફર્લો સ્‍કવોડના પીએસઆઇ વી.એમ.કોલાદરા તથા સ્‍ટાફ પેટ્રોલીંગમાં હતો ત્‍યારે લોધીકાના છેતરપીંડીના ગુન્‍હામાં ૪ માસથી વોન્‍ટેડ આરોપી રાજેન્‍દ્રસિંહ ઉર્ફે રાજુ ગણપતસિંહ રાઠોડ (રહે. હાલ અમદાવાદ, નિકોલ) રાજકોટમાં આવ્‍યો હોવાની બાતમી મળતા કે.કે.વી.ચોક પાસે વોચ ગોઠવી દબોચી લઇ લોધીકા પોલીસને હવાલે કર્યો હતો.

આ કાર્યવાહીમાં રૂરલ પેરોલ ફર્લો સ્‍કવોડના એએસઆઇ વકારભાઇ આરબ,  હેડ કોન્‍સ્‍ટેબલ પ્રભાતસિંહ પરમાર, વીરરાજભાઇ ધાંધલ, પો.કો. મહેન્‍દ્રસિંહ સોલંકી, કુમારભાઇ ચૌહાણ, રીયાઝભાઇ ભીપૌત્રા, ડ્રા.પો.કો. રાયધનભાઇ ડાંગર તથા વિરમભાઇ સમેચા સહીતનો સ્‍ટાફ રોકાયો હતો.

તેમજ ગોંડલના લુણીવાવ ગામેથી પાંચ મહિના પહેલા ગૂમ થયેલ હંસાબેન સુરેશભાઇ ભીલ (ઉ.વ.રપ) મૂળ ગામ ગઢુલા, તા. તળાજાને તળાજા પંથકમાંથી એન્‍ટી હ્યુમન  ટ્રાફીકીંગ યુનીટ શાખાના પીએસઆઇ ટી.એસ.રીઝવી તથા સ્‍ટાફે શોધી કાઢી આગળની કાર્યવાહી કરી હતી.

(3:36 pm IST)