Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

ચહેરો જોઇને ભવિષ્‍ય ભાખતા શીરડીના સુર્યભાણ મહારાજ દ્વારકાની યાત્રાએ

આ વર્ષે ખુબ વરસાદ થશે : શેર બજાર અને ઉદ્યોગજગત માટે સારા સંકેત

રાજકોટ તા. ૧૯ : શીરડી પાસેના આસ્‍ટીના ગામથી દ્વારકા દર્શન કરવા યાત્રાએ નિકળેલા અને ચહેરો જોઇને ભવિષ્‍ય કહેવાની વિદ્યા ધરાવતા શ્રી સુર્યભાણ મહારાજ આજે રાજકોટના મહેમાન બન્‍યા છે.

તેઓએ એક મુલાકાતમાં જણાવ્‍યુ હતુ કે મને મારા વડવાઓ તરફથી આ વિદ્યા મળી છે. કોઇપણ વ્‍યક્‍તિનો ચહેરો જોઇને ભવિષ્‍યકથન કરી શકુ છુ. સૌરાષ્‍ટ્રમાં રહેતા મહારાષ્‍ટ્રીયન પરિવારો તરફથી મને નિમંત્રણો મળતા આ વિસ્‍તારના પ્રવાસે નિકળ્‍યો છુ. અહીંથી દ્વારકાધીશના દર્શને જઇ વતન પરત ફરીશ.

તેઓએ આગામી સમય અંગે વરતારો આપતા જણાવેલ કે આ વર્ષે ખુબ વરસાદ પડશે. નદી, કુવા તળાવ છલકાઇ જશે. શેર માર્કેટ અને ઉદ્યોગ જગત માટે પણ ખુબ સારા સંકેત હોવાનું તેઓએ જણાવ્‍યુ હતુ.

તંત્ર મંત્રને તેઓએ અંધશ્રધ્‍ધા ગણાવી હતી. જયારે જન્‍મ પત્રિકા અને ચહેરો જોઇને કરાતી ભવિષ્‍યવાણીને શ્રધ્‍ધનો વિષય ગણાવ્‍યો હતો.

તેઓ હિન્‍દી-મરાઠી બન્ને ભાષાનો મહાવરો ધરાવ છે. તેમના મો.૯૭૬૭૭ ૨૬૫૫૫ છે.

(4:10 pm IST)