Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

ભાણવડ તાલુકાના આંબરડી ગામની યુવતી લાપતા

દેવભૂમિ દ્વારકાઃદેવભૂમિ દ્વારકા જિલ્‍લાના ભાણવડ તાલુકાના આંબરડી ગામે રહેતી ૩૫ વર્ષીય ભાનુમતિ ઉર્ફે ભાનુબેન અરવિંદભાઇ પાંડાવદરા ગત તા.૦૨-૦૫-૨૦૨૨ ના રોજ આંબરડી ગામે પોતાના પિતાને ત્‍યાંથી પોતાના સાસરે જાઉ છું તેમ કહી નીકળી ગયેલ છે. જેની ભાળ મળ્યે ભાણવડ પોલીસ સ્‍ટેશન ફોન નં.૦૨૮૯૬-૨૩૨૧૨૧ પર જાણ કરવા પીએસઆઇ ભાણવડની યાદીમાં જણાવાયું છે.

(8:45 pm IST)