Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

મોરબી લેન્ડ ગ્રેબિંગ કેસમાં આરોપીની જામીન અરજી સેસન્સ કોર્ટે મંજુર કરી

આરોપી સોનાભાઇ રણછોડભાઈ ગલસરનો સેસન્સ કોર્ટમાંથી જામીન પર છુટકારો

મોરબી સેશન્સ કોર્ટમાં ચકચારી લેન્ડ ગ્રેબિંગ કેસના કાયદા હેઠળ ધરપકડ કરાયેલ આરોપી સોનાભાઇ રણછોડભાઈ ગલસરનો સેસન્સ કોર્ટમાંથી જામીન પર છુટકારો થયો છે
મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદી દેવજીભાઈ ઝીણાભાઈ ચાવડાએ ફરિયાદ નોંધાવી હતી કે તેની માલિકીની જમીનનો ગેરકાયદેસર ખોટો દસ્તાવેજ બનાવી ખોટા આઈડી પ્રૂફ અને ફોટોગ્રાફ ઉભા કરીને ફરિયાદીના બદલે ફરિયાદીના નામ જેવું ભળતું નામ વાળા ખોટા વ્યક્તિએ જમીન પચાવી પાડવાનો ગુન્હો કર્યો હોય જેથી એ ડીવીઝન પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી હતી
આરોપીએ વકીલ દિલીપભાઈ અગેચણીયા મારફત સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી જેમાં આરોપી તરફે વકીલે વિવિધ દલીલો કરી હતી અને ગુન્હામાં કોઈ સંડોવણી ના હોય ખોટી ફરિયાદને આધારે પોલીસે ખોટી રીતે આરોપીને ગંભીર ગુન્હામાં સંડોવી દીધાની દલીલો કરી હતી જેને પગલે કોર્ટે આરોપી તરફેના વકીલ દિલીપભાઈ અગેચણીયાની દલીલોને માન્ય રાખીને આરોપીને ૧૦ હજારના શરતી જામીન પર છોડવાનો હુકમ કર્યો છે
જે કેસમાં આરોપી તરફે જીલ્લાના ધારાશાસ્ત્રી દિલીપભાઈ અગેચણીયા, જીતેન અગેચણીયા, પુનમબેન અગેચણીયા, મોનીકાબેન ગોલતર, સુનીલ માલકીયા, જે ડી સોલંકી રોકાયેલ હતા

(9:14 pm IST)