Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

મોરબીના મહેન્દ્રનગર ગામ આસપાસના વિસ્તાર માટે ૧૯ કરોડના ખર્ચે પાણી પુરવઠા યોજના મંજુર

મોરબીના મહેન્દ્રનગર ગામ અને આજુબાજુના વિસ્તાર માટે ૧૯ કરોડના ખર્ચે પાણી પુરવઠા યોજના મંજુર કરવામાં આવી છે જેથી ગ્રામજનોમાં ખુશીનો માહોલ છવાયો છે
પાણી પુરવઠા યોજના મંજુર કરવામાં આવી હોય જે બદલ કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને સાંસદ મોહનભાઈ કુંડારિયાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા અને ભાજપ અગ્રણી જીજ્ઞેશભાઈ કૈલા સહિતના અગ્રણીઓએ રૂબરૂ શુભેચ્છા મુલાકાત લીધી હતી અને આભાર માન્યો હતો

(9:22 pm IST)