Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

ટંકારામાં પશુની હેરાફેરીના ગુન્હામાં સંડોવાયેલ બંને આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી

ટંકારા કોર્ટમાં કરી હતી બંને આરોપીએ જામીન અરજી : સરકારી વકીલ પૂજા જોષીએ ધારદાર દલીલો કરી

મોરબી : ટંકારામાં પશુ ઘાતકીપણાના ગુન્હામાં ઝડપાયેલ બે આરોપીઓએ આજે ટંકારા કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી જે બંને આરોપીની અરજી કોર્ટે ફગાવી દઈને જામીન નામંજૂર કર્યા છે

ટંકારા નજીકથી ગૌવંશની ટ્રકમાં હેરાફેરી કરનાર વાહનને ગૌરક્ષકોની ટીમે ઝડપી લઈને પોલીસને સોપી હોય જેમાં પોલીસે ત્રણ ઈસમો સામે ગુન્હો નોંધી તપાસ ચલાવી હતી અને બે આરોપીને ઝડપી લેવામાં આવ્યા હતા જે ગુન્હામાં ઝડપાયેલ આરોપી શૈલેશ માનસિંગ ચૌહાણ રહે નારણકા, પડધરી તા. રાજકોટ અને સાગર લખમણ ઝાપડા રહે તરઘરી તા. પડધરી જી રાજકોટ વાળાએ ટંકારા જ્યુડી, મેજી, ફર્સ્ટ ક્લાસ કોર્ટમાં જામીન અરજી કરી હતી
જેમાં આરોપી શૈલેશ ચૌહાણ ટ્રાન્સપોર્ટનો ધંધો કરતો હોય અને આરોપી સાગર ઝાપડાને તબેલાનો વેપાર હોય જે મિત્રની ગાયો તબેલામાં લાવતા હોવાની દલીલો કરીને જામીન મુક્ત કરવા અરજ કરી હતી જયારે સરકારી વકીલ પૂજા જોષીએ ધારદાર દલીલો કરી હતી જેમાં રાજ્યમાં સક્ષમ અધિકારીની પરમીટ વિના પશુઓની હેરફેર કરી સકાય નથી ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ ૨૦૧૧ ની કલમ ૫,૬ (ક), (ખ) તથા ૮ અને ૧૦ મુજબ ગુન્હો બનતો હોય અને સજાની જોગવાઈ ૧૦ વર્ષ સુધીની હોય તેવી દલીલો કરી હતી
ગુજરાત સરકારે અસામાજિક પ્રવૃતિઓ અટકાવવા અધિનિયમ ૧૯૮૫ માં સુધારો કરી પાસામાં ધકેલવાની તથા કૃર વ્યક્તિની કેટેગરીમાં અવ ઇસમોને મુકવાની જોગવાઈ છે જો આરોપીને છોડવામાં આવે તો તેની આવી પ્રવૃત્તિ ફરી કરશે અને લોકોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડશે તેવી સરકારી વકીલે દલીલો કરી હતી જેના પગલે ટંકારા કોર્ટે બંને આરોપીની જામીન અરજી નામંજૂર કરી છે

(9:22 pm IST)