Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

મોટી પાનેલી દિવસે મેઇન્ટેનેસ કાપ અને રાત્રે અઢી કલાક બત્તી ગુલ

વરસાદી કીડા મકોડા મચ્છર વચ્ચે લોકોને ધાબે ચડાવ્યા

(અતુલ ચગ દ્વારા)મોટી પાનેલી,તા. ૧૯: ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં રાત્રી દરમિયાન બત્ત્।ી ગુલ થઇજતા લોકો ગરમી અને વરસાદી કીડા મકોડા મચ્છર વચ્ચે હેરાન પરેશાન થઇ ગયા હતા રાત્રીના દોઢવાગ્યા આસપાસ લાઈટ જતી રહી જે વહેલી પહોરેઙ્ગ છેક ચાર વાગ્યાં પછી લાઈટ આવી હતી જે દરમિયાન લોકો ગરમી અને ઉકળાટના માર્યા ધાબે ચડી ગયા હતા.

પરંતુ ત્યાં પણ વરસાદી મકોડા મચ્છર લોકોનું લોહી પી ગયા હતા પણ ખરેખર તો લોહી કોણે પીધું એતો લોકો સારી રીતે જાણે, નવાઈની વાત તો એછે કે હજુ તો દિવસ દરમિયાન મેઈન્ટનેશ માટે લાઈટ કાપ રાખ્યો હતો અને તેજ રાત્રે બત્ત્।ી ગુલ થઇ જતા લોકોમાં સવાલ ઉઠ્યા છે.રાત્રી દરમિયાનઙ્ગ સતત અઢી કલાક લાઈટ જતી રહેતા લોકોમાં ભારે નારાજગી જોવા મળે એ સ્વાભાવીક છે.

(12:18 pm IST)