Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

ઉના પાલિકાના સફાઈ કામદારનું ટ્રેકટરની ટ્રોલીના પાછલા વ્હીલમાં ચગદાઈ જવાથી મોત

(નવીન જોષી દ્વારા) ઉના, તા. ૧૯ :. નગરપાલિકાના આધેડ કર્મચારી કિશનભાઈ જીણાભાઈ ચૌહાણનું ટ્રેકટરની કન્ટેનર ટ્રોલીના પાછલા વ્હીલ નીચે ચગદાઈ જવાથી મૃત્યુ થયેલ છે.

નગરપાલિકાના સફાઈ અને કચરાની પેટી ઉપાડવાનું કામ કરતા કિશનભાઈ જીણાભાઈ ચૌહાણ (ઉ.વ. ૫૫) પાલિકાના ટ્રેકટરના કન્ટેનર ટ્રોલીમાં પાછળ બેઠા હતા ત્યારે અકસ્માતે રોડ ઉપર પડી જતા ટ્રેકટરનું પાછલુ વ્હીલ શરીર પર ફરી જતા ગંભીર હાલતમાં સરકારી દવાખાને વધુ સારવાર માટે ખાનગી દવાખાને ખસેડેલ હતા જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ થયેલ છે.

મરણ જનારના દિકરા રવિભાઈ કિશનભાઈ ચૌહાણે ઉના નગરપાલિકાનું ટ્રેકટર ચલાવતા ટ્રેકટર નંબર જીજે ૧૧ એમ ૫૯૭૭ના ચાલક મનુભાઈ મુળદાસભાઈ પરમાર રહે. ઉનાવાળા સામે બેદરકારીથી પૂરઝડપે ટ્રેકટર ચલાવી પોતાના પિતાનું મોત નિપજાવ્યાની ફરીયાદ નોંધાવી હતી.

(12:20 pm IST)