Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

ધોરાજી યાર્ડમાં એક સાથે ૧૩ દુકાનોમાં તસ્કરો ત્રાટકયા

જુદી જુદી દુકાનોના શટર તૂટયાઃ સીસીટીવી ફુટેજના આધારે શોધખોળઃ ચોરીના આંકડા અંગે તપાસ

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી, તા. ૧૯ :. ધોરાજી માર્કેટીંગ યાર્ડમાં એક સાથે ૧૩ દુકાનોમાં તસ્કરો ત્રાટકતા દોડધામ મચી ગઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ ધોરાજીના જેતપુર રોડ પર આવેલ ધોરાજી સરદાર વલ્લભભાઈ પટેલ એપીએમસી માર્કેટીંગ યાર્ડમાં પાછળના નવેરામાંથી તસ્કરોએ મોડી રાત્રે પાછળથી દુકાનોના શટરો ઉંચકાવી તિજોરીઓ અને ફર્નિચર, કબાટોમા તોડફોડ કરી મોટી મત્તાની ચોરીને અંજામ આપેલ છે.

મોડી રાત્રે અંદાજીત ૨ થી ૧૦ ચોરથી ટુકડી વેપારીઓના શટર તોડીને મોટી ચોરીને અંજામ આપેલ. આ અગાઉ પણ ત્રણ વખત આજ રીતે ચોરોએ અંજામ આપેલ છે અને જેમાં ૧૩ દુકાનોને શિકાર બનાવેલ છે. જેમા (૧) બાપા સીતારામ ટ્રેડીંગ કંપની (૨) કામધેનુ ટ્રેડીંગ કંપની (૩) મહાદેવ ટ્રેડીંગ કાું. (૪) રઘુવીર ટ્રેડીંગ (૫) એસ. વિજયકુમાર કંપની (૬) શુભ ટ્રેડીંગ કંપની (૭) આશિષ ટ્રેડીંગ (૮) શ્રી વલ્લભ ટ્રેડીંગ (૯) પ્રસંગ એન્ટરપ્રાઈઝ (૧૦) મીષ ટ્રેડીંગ (૧૧) મીત ટ્રેડીંગ (૧૨) બંસીધર (૧૩) મધુરમ એન્ટરપ્રાઈઝ નામની પેઢીઓમાં અજાણ્યા ચોરોએ ચોરીને અંજામ આપેલ અને આ અંગે માર્કેટીંગ યાર્ડના સેક્રેટરીએ ધોરાજી પોલીસને જાણ કરેલ છે અને કેટલી ચોરી થઈ એ અંગે પોલીસ તપાસ કરાશે અને સીસીટીવી પણ ચેક કરી ચોર કંપનીને પકડવા ચક્રોગતિમાન કરેલ છે.

(1:26 pm IST)