Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

વેરાવળમાં જુથ અથડામણઃ પથ્થરમારોઃ પોલીસ સહિત પને ઇજા

સામાન્ય બાબતે બોલાચાલીએ ઉગ્રરૃપ ધારણ કર્યુઃ ૨ પીએસઆઇ ઉપર હુમલાનો પ્રયાસઃ ૨૫ થી ૩૦ વ્યકિતના ટોળા સામે ફરિયાદઃ ચુસ્ત પોલીસ બંદોબસ્ત

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૯: રાજેન્દ્ર ભુવન રોડ ઉપર સરકીટ હાઉસ પાછળ મફતીયાપરા વિસ્તારમાં રાત્રે ૧૧.૩૦ થી ૧ર વાગ્યે નજીવી બાબતે બે જુથો વચ્ચે બોલાચાલી થયેલ હતી તેમાં ટોળાએ પથ્થરો તીક્ષ્ણ હથીયારો વડે  હુમલો કરેલ હતો ઈજા ગ્રસ્તને સીવીલ હોસ્પીટલમાં દાખલ કરવા લઈ ગયેલ હતા ત્યાં હોસ્પીટલમાં પણ ટોળાએ ધુસી તીક્ષ્ણ હથીયાર મારી દેતા એક ને જુનાગઢ ખસેડેલ છે આ બનાવ બનતા પોલીસ નો ભારે બંદોબસ્ત બનાવના સ્થળે તેમજ શહેરના અનેક વિસ્તારોમાં ગોઠવી દેવામાં આવેલ છે અત્યારે અજંપા ભર્યો માહોલ જોવા મળે છે આ બનાવમાં પાંચ વ્યકિત અટકાયત થઈ હોય તેવું જાણવા મળેલ છે.

વેરાવળ મફતીયાપરા વિસ્તારમાં રહેતા વીકી હરસુખભાઈ બામણીયાએ પોલીસમાં ફરીયાદ નોંધાવેલ છે કે શાહરૃખશા ફકીર, ફેઝલ કાળુશા ફકીર, જાવીદ અધરો, અઝરૃદીન અબાડાનો સાડો, અલ્તાફ અબાડો, મોહસીન છુરી, તોફીક ટાટો સહીત રપ થી ૩૦ના ટોળા નજીવી બાબતે પથ્થરો,તીક્ષ્ણ હથીયારો વડે હુમલો કરેલ હતો જેથી હોસ્પીટલમાં દાખલ થવા ગયેલ ત્યારે છરી તથા પંચ વડે હુમલો કરેલ જેમાં પોલીસ કર્મચારી સહીત પાંચ ને ઈજાઓ થયેલ હતી પોલીસે ગુનો નોધલ છે પાંચેક શખ્સોની અટકાયત કરાયેલ હોય તેવું જાણવા મળેલ છે.

રાજેન્દ્ર ભુવન રોડ સરર્કીટ હાઉસ ની પાછળ રાત્રે ૧૧.૩૦ થી ૧ર વાગ્યા વચ્ચે નજીવી બાબતે બે જુથો વચ્ચે અથડામણ થયેલ હતી તેમાં ભારે પથ્થરો મારો તીક્ષ્ણ હથીયારો વડે હુમલો કરાયેલ હતો ધડીકભરમાં આ બનાવ બનતા આખા વિસ્તારમાં દેકારો મચી ગયેલ હતો તેથી હીન્દુ યુવા સંગઠનના પ્રમુખ સહીત યુવાનો ઘટનાસ્થળે દોડી ગયેલ હતા ત્યારે તેની ઉપર હુમલો કરાયેલ હતો જેમાં અનેકને નાની મોટી ઈજા થયેલ હતી હોસ્પીટલમાં પણ બે પી.એસ.આઈ ઉપર હુમલાનો પ્રયાસ કરેલ તેમજ હોસ્પીટલમંા સારવારમાં એક ન છરી મારી દેતા ગંભીર હાલતમાં જુનાગઢ ખસેડેલ હતા પોલીસે જણાવેલ હતું કે સાત શખ્સો સહીત મુસ્લીમ ના રપ થી ૩૦ ટોળા સામે ગુનો દાખલ કરેલ છે.

હીન્દુ યુવા સંગઠન ના પ્રમુખ જતીનબાપુ તેમજ ફરીયાદી વીકી બામણીયા એ જણાવેલ હતું કે રાત્રે નજીવી બાબતે મોટી સંખ્યામાં ઉમટેલા લોકોના ટોળા એ અમારી ઉપર ચોકમાં હુમલો કરેલ હતો તેમાં અનેક તીક્ષ્ણ હથીયારો હતા ઈજા પામેલા રાજેશ લખમણભાઈ ચુડાસમા, જતીન રવિ, વિજય માલમડી, વિકી બામણીયા તેમજ પોલીસ કર્મચારી હીતેશ કામળીયા હોસ્પીટલમાં સારવાર લઈ રહેલ હતા ત્યારે ટોળાએ ત્યાં આવીને પથ્થર મારો હથીયારો વડે હુમલો કરેલ તેમાં રાજુ ચુડાસમા ઉર્ફે ગેડા ને છરી મારી દેતા ગંભીર ઈજાઓ થતા જુનાગઢ ખસેડેલ હતો બનાવના સ્થળે પી.એસ.આઈ ચનીયારા,ખુમાંણ ઉપર પણ હુમલા નો પ્રયાસ કરેલ તેને પણ ઝપાઝપી થયેલ હોય આ બનાવ ઉગ્ર સ્વરૃપ ધારણ કરતા પી.આઈ.ડી.ડી.પરમાર સહીતનો પોલીસ કાફલો પહોચી ગયેલ હતો તોફાન કરતા ટોળાને ઝડપવા જતા રામભરોસા ચોક પાસે ગલ્લીમાં ધુસી ગયેલ ત્યાંથી પણ તેમને પથ્થર મારો કરેલ હતો ઘટના સ્થળે હોસ્પીટલે તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં એ.એસ.પી ઓમપ્રકાશ જાટ, શહેરી પી.આઈડી.ડી.પરમાર, એસ.ઓજી, એલસીબી તેમજ પ્રભાસપાટણ સોમનાથ સુરક્ષા મરીન પોલીસ સ્ટેશનમાં વધારાનો બંદોબસ્ત મંગાવવામાં આવેલ હતો એકાદ કલાક સુધીમાં તોફાની ટોળાઓને કાબુમાં લીધેલ હતા અત્યારે શહેરના તમામ સંદેનશીલ વિસ્તારોમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધેલ છે હજુ વધારે બહારથી પોલીસ બોલાવવામાં આવી રહેલ છે હાલ શહેરભર માં અજંપા ભર્યો માહોલ છે.

ગીર સોમનાથ જીલ્લામાં તાજેતરમાં બે જુથ અથડામણ થતા સમગ્ર પોલીસ તંત્ર પણ ચોંકી ઉઠેલ છે તાજેતરમાં બોટ ચડાવવાની બાબતે નવા બંદર વિસ્તારમાં મોટી અથડામણ થયેલ જેમાં એ.એસ.પી સહીત પોલીસ ઉપર હુમલાઓ થયેલ હતા તેમજ વેરાવળ માં મફતીયાપરા માં રાત્રે અથડામણ થયેલ છે તેમાં પણ મોટી ગંભીરતા છે અચાનક આવા બનાવો વર્ષો પછી કેમ બનવા લાગેલ છે તેની પાછળ કોણ છે તેની પણ તપાસ થવી જોઈએ જીલ્લો આખો ભાઈચારાથી વર્ષોથી રહેતો હોય ત્યારે અચાનક આવા બનાવો પણ અનેક ગંભીરતાઓ સુચવી જાય છે નવા બંદર વિસ્તારમાં તો રાજકીય આગેવાનો, સ્થાનીક, સામાજીક સંસ્થાઓને સાથે રાખીને સમાધાન પણ થયેલ હોય તેવું જાણવા મળેલ છે પણ વર્ષો બાદ આ બે બનાવો બનતા રાજય સરકાર પણ આની ગંભીરતા લેવી જોઈએ.

(1:28 pm IST)