Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

અમરેલી જીલ્લામાં ૩૫ શકુની ઝડપાયા

અમરેલી, તા. ૧૯ :. અમરેલી જીલ્લામાં તહેવારીયા જુગાર ઉપર પોલીસે બાજ નજર રાખીને જીલ્લામાં જુદા જુદા સાત સ્થળોએ દરોડાઓ પાડી રોકડ રૃપિયા ૭૩,૪૦૦ના મુદામાલ સાથે ૩૫ શકુનીઓને ઝડપી પાડયા હતા. બાબરામાં રાહીલ રહીમ ગંડારીયા, બોઘા ચોથા ગમારા સહિત ત્રણને રોકડ રૃા. ૧૪,૪૧૦ સાથે હેડ કોન્સ. મીહીરભાઈ ચુડાસમાએ ઝડપી પાડયા હતા. બાબરાના ગળકોટડીમાં રામ જવેર કાવઠીયા, સચીન પ્રતાપ સોલંકી, દિનેશ પરમાર સહિત ૬ને રોકડ રૃા. ૧૨,૯૧૦ સાથે એલ.સી.બી. પો. કોન્સ. અજયસિંહ ગોહીલે ઝડપી પાડયા હતા. દામનગર સીતારામનગર પાસે હસમુખ ઉર્ફે ડગલો લલ્લુ વાઘેલા, રાજુ તળસી ચારોલા સહિત આઠને રોકડ રૃા. ૭૧૩૦ સાથે પો. કોન્સ. સંજયભાઈ ઈટાડીયાએ ઝડપી પાડયા હતા. અમરેલી કુંકાવાવ રોડ પર કાના ખોડા મકવાણા, રાજુ વાઘા મકવાણા સહિત ૫ને રોકડ રૃા. ૧૦,૦૫૦ સાથે હેડ કોન્સ. બહાદુરભાઈ વાળાએ ઝડપી પાડયા હતા. વંડામાં કાળુ નાથા પરમાર, કાળુ રામ વાઘેલા, વશરામ દુલા પરમાર સહિત સાતને રોકડ રૃા. ૩૮૭૦ સાથે એલ.આર.ડી. કનુભાઈ મોભે ઝડપી પાડયા હતા. ચલાલામાં અંકિત પ્રવિણ દવે, દિલાવરખાન હબીબખાન પઠાણ સહિત ત્રણને રોકડ રૃા. ૧૪,૨૭૦ સાથે હેડ કોન્સ. માધવજીભાઈ ડાભીએ ઝડપી પાડયા હતા. ખાંભાના મીતીયાળા રોડે ભરત કાળુ ચાવડા, કિશન હીરજી સોલંકી સહિત ૬ને રોકડ રૃા. ૧૦,૮૦૦ સાથે લોકરક્ષક ધર્મેશભાઈ ઠાકરે ઝડપી પાડયા હતા.

 

મારી નાખવાની ધમકી આપ્યાના ત્રણ બનાવ

અમરેલી ગુજકો મીલ નજીક જસુબેન ગફુરભાઈ વાઘેલા (ઉ.વ. ૬૫) પાણી ભરી આવતા રસ્તામાં પડેલ વાહન એક બાજુ લેવાનુ કહેતા રાજુ અને તેની પત્નિ તેમજ દિલીપ અને તેની પત્નિ પાઈપ તેમજ ઢીકાપાટુ વડે મારમારી ધમકી આપ્યાની અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

વરસડા ગામની સીમમાં જીવરાજભાઈ કાળુભાઈ ઘોરી (ઉ.વ. ૬૫)ની જમીનમાં બાજુના ખેતરવાળા પરબ અને તેના દિકરા કલ્પેશ અને નિમેશે જેસીબીની કામગીરી દરમિયાન શીંગના પાકને નુકશાન કરી ગાળો બોલી ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવી છે.

મારામારી

લાઠી તાલુકાના નાના રાજકોટ ગામની સીમમાં ચંપકભાઈ કલ્યાણભાઈ કાકડીયા (ઉ.વ. ૫૬)ના શારદાબેનની જીવાયની જમીન ૬ વીઘા હોય, જે શારદાબેનના મરણ બાદ જમીનનો વિવાદ ચાલતો હોય, જે જેમીનમાં ભરત કલ્યાણ અને ભાગીયા ગોબર રઘુ ભરવાડ જમીનમાં કપાસ ચોપવાનું કામ કરતા ના પાડતા ઉશ્કેરાઈ ઢીકાપાટુનો માર મારી ધમકી આપ્યાની લાઠી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

(1:31 pm IST)