Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

લાલપુરના પડાણા-મોડપર-ડબાસંગમાં ૩ ઇંચ

પીપરતોળા-મોટા પાંચ દેવડા-ભણગોરમાં ર ઇંચઃ નવાગામ-બાલંભા-ધુતારપુર-અલીયાબાડામાં ૧ ઇંચ પડયો

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર, તા., ૧૯: જામનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ર૪ કલાકમાં ઝાપટાથી માંડીને ૩ ઇંચ જેટલો વરસાદ પડયો છે.

જેમાં જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના મોડપર, ડબાસંગ અને પડાણામાં ૩ ઇંચ વરસાદ પડયો હતો. ભુણગોર અને પીપર તોળામાં ર ઇંચ તથા મોટા ખડબામાં દોઢ ઇંંચ વરસાદ પડયો હતો.

આ ઉપરાંત જામનગરના જામવંથલી, ધુતારપુર, અલીયાબાડામાં ૧ ઇંચ, દરેડમાં અડધો ઇંચ વરસાદ પડયો હતો.

જયારે જોડીયાના બાલંભા અને પીઠડમાં ૧ ઇંચ ધ્રોલના જાલીયા દેવાણીમાં એક ઇંચ વરસાદ પડયો હતો.

કાલાવડના મોટા પાંચ દેવડામાં ર ઇંચ, નવાગામમાં એક ઇંચ તથા ખરેડી અને ભ.ભેરાજામાં ઝાપટા પડયા હતા.

જામજોધપુર તાલુકાના ધ્રાફામાં દોઢ ઇંચ, પરડવા, ધુનડા, શેડ વડાળા, સમાણામાં અડધો ઇંચ વરસાદ પડયો હતો.

(1:33 pm IST)