Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

ખંભાળીયામાં પ્રિમોન્સુન કામગીરી રપ ટકા બાકી હતી ત્યાં પ ઇંચ વરસાદ ખાબકયો

અનેક વિસ્તારોમાં પાણી ભરાયાઃ અન્ય તાલુકામાં વરસાદ ન પડયોઃ વડત્રા પાસે ડાયવર્ઝન ધોવાયો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ૧૯: ખંભાળીયામાં પ્રતિ વર્ષ જુનની આખર અથવા જુલાઇ માસમાં વરસાદ આવતો હતો તેમાં ગઇકાલે એક સાથે પાંચ ઇંચ ઉપરાંત વરસાદ પડતા તંત્ર દોડવા લાગ્યું હતું.

પાલીકા ચીફ ઓફીસર અતુલચંદ્ર સિંહાના માર્ગદર્શન હેઠળ રમેશભાઇ વાઘેલાની ટીમ દ્વારા પ્રિમોન્સુન કામગીરી સમદ બાપુની આગેવાનીમાં થઇ હતી. જેમાં વિવિધ વિસ્તારોમાં ૩પ ટકા ઉપરાંતની કામગીરી થઇ હતી ત્યાં વરસાદ આવતા તંત્ર દોડયું હતું.

રાત્રે જ સેનીટેશન તથા બાંધકામની ટીમના રમેશ વાઘેલા, નંદાણીયા, શ્રી ડગરાભાઇની ટીમ દ્વારા જયાં જયાં પાણી ભરાયાની ફરીયાદ હતી ત્યાં રૃબરૃ પહોંચીને નિકાસની વ્યવસ્થા કરી હતી તથા આજે સવારથી રાત્રે જયાં પાણી ભરાતા હતા ત્યાં પાણીના નિકાલ માટે દીવાલ તોડી પાળી તોડવી, પાઇપ લાઇન નાખવી વિ. વ્યવસ્થાની કામગીરી આજે સવારથી જ હાથ ધરી હતી.

ખંભાળીયામાં બપોરે બે વાગ્યા સુધીમાં ત્રણ મીલીમીટર વરસાદ પડયો તે પછી ચાર વાગ્યા સુધીમાં ૧૩ મીલી છ વાગ્યા સુધીમાં વધુ ૭૮ મીલી. અને તે પછી આઠ વાગ્યા સુધીમાં વધુ ૩૪ મીલી. સાથે ૧ર૮ મીલી. વરસાદ સાથે મોસમનો એવરેજ ૩૦ ઇંચ વરસાદની ગણતરી કરતા કુલ ૧ર૮ મી.લી. વરસાદ પડયો હતો અને સર્વત્ર પાણી ભરાયા હતા.

ખંભાળીયા દ્વારકા રોડ પર વડત્રા ગામ પાસે નેશનલ હાઇવેના કામમાં ડ્રાયવર્ઝન પર પાણી ફરી વળતા વાહનો ફસાવા લાગતા રસ્તો એક તબક્કે બંધ થઇ ગયો હતો. પુર્વ સરપંચ વડત્રા શ્રી રામશી રાણા ચાવડાએ આ અંગે ધ્યાન દોરતા ભાજપ જીલ્લા પ્રમુખ ખીમભાઇ જોગલ દ્વારા જીલ્લા કલેકટરને કહીને નેશનલ હાઇવે ઓથોરીટીને જાણ કરીને તાકીદે ટીમ મોકલીને રસ્તો ખોલાવ્યો હતો બન્ને બાજુ બે-બે કી.મી. લાંબી લાઇનો થઇ ગઇ હતી.

અગમચેતીની જાણ સાચી પડી!!

અગ્રણી હિતેન્દ્રભાઇ આચાર્ય દ્વારા સિંહણ તથા ઘી નદી પાસે ડ્રાયવર્ઝન બંધ વરસાદના કારણે થવા સંભાવના હોય પગલા લેવા જણાવેલ હતું.

દેવભુમી દ્વારકા જીલ્લાના વડા મથક ખંભાળીયામાં હોસ્પીટલ પાસે રીલાયન્સ સર્કલ પાસે રાત્રે જ ભારે વરસાદ અને પાણી આવતા રસ્તો બંધ થઇ ગયો હતો.

આ બાબતે જીલ્લા કલેકટરશ્રી ડો. નરેન્દ્રકુમાર મીનાને ફરીયાદો થતા તેમણે નેશનલ હાઇવે ઓથોરીટીના અધિકારીઓને તાકીદ કરીને બે દિવસમાં રીલાયન્સ સર્કલ પાસે પુલ પરથી રસ્તો બે માર્ગીય થઇને ચાલુ થઇ જાય તેવી વ્યવસ્થા કરવા તથા સિંહણ  પાસે ડ્રાયવર્ઝન પાસે પણ ભરાતા તેની સુચના તંત્રને આપીને તાકીદે કામ કરવા જણાવ્યું હતું.

(1:34 pm IST)