Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

કચ્છમાં સતત બીજે દિ' મેઘ મહેર: અંજાર ૪ ઇંચ, ગાંધીધામ ૩ ઈંચ, ભચાઉ ૧ ઈંચ, રાપર-મુન્દ્રા અડધો ઈંચ

:આજે સાંજે ૪ વાગ્યા સુધીનો વરસાદ, હજીયે ઘનઘોર વાદળો સાથે વરસાદી માહોલ

 (વિનોદ ગાલા દ્વારા)  :  ભુજ) કચ્છમાં સતત બીજે દિવસ પણ આજે મેઘ મહેર જારી રહી છે. સવારથી ગરમી અને બફારા પછી પલટેલા વાતવરણમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. જેમાં અંજાર શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં ૪ ઈંચ, ગાંધીધામ પંથકમાં ૩ ઈંચ, ભચાઉ શહેર ઉપરાંત આસપાસના ગામોમાં ૧ ઈંચ ઉપરાંત રાપર અને મુન્દ્રામાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે ભુજમાં ઝરમર ઝરમર વરસાદ નોંધાયો છે.

(5:28 pm IST)