Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

ભાણવડ જીઇબીના નાયબ ઇજનેરને લાંચ કેસમાં ત્રણ વર્ષની કેદની સજા : મળતીયાને પણ કોર્ટે એક વર્ષની સજા ફરકારી

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ જી.ઇ.બી. કચેરી માં ફરજ બજાવતા આરોપી કલ્પેશભાઇ ઠાકોરભાઇ પટેલ નાયબ ઇજનેર, વર્ગ-૧ જી.ઇ.બી. ભાણવડ તથા આરોપી  બળવંતભાઇ કાનજીભાઇ પોપટ(રહે.ભાણવડ વાળા)ઓને એ.સી.બી.ના કેસમાં સજા કરતા નામદાર બિજા એડીશ્નલ સેશન્સ જજ ખંભાલીયા કોર્ટ જી.દેવભૂમિ દ્વારકા દ્વારા સજા ફટકારાઇ છે

આ કામના ફરીયાદીની દુકાને આરોપી નં.૧ના સ્ટાફ સાથે આવેલ અને ફરીયાદીનું ઇલેકટ્રીક મીટર કાઢી ગયેલ જે મીટર પાછુ લગાડી આપવા કેસ ફાઇલે કરવા ।.૫,૦૦૦/-ની લાંચ માગેલ છેલ્લે રૂા.૪,૦૦૦/- નકકી થયેલ. જે ફરીયાદ અંગે છટકુ ગોઠવતા આરોપી નં.૧ના એ પંચ-૧ ની રૂબરૂમાં આરોપી નં.ર ની દુકાને પૈસા આપવા જણાવી, ફોનથી વાતચીત કરી, એકબીજાને મદદગારી કરી, આરોપી નં.૧ના કહેવાથી આરોપી નં.રનાએ ફરીયાદી પાસેથી રૂા.૪૦૦૦/-ની માંગણી કરી, લાંચ સ્વીકારતા પકડાઇ જતા જામનગર એ.સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.ન.૧૨/૨૦૦૧ ભૂ.નિ.અધિ.સને ૧૯૮૮ ની કલમ ૭, ૧૨, ૧૩(૧)(ધ) તથા ૧૩(ર) મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવેલ હતો.

જે ગુનાની તપાસના અંતે આરોપીઓ વિરૂધ્ધ ચાર્જશીટ કરી, નામદાર કોર્ટમાં આપવામાં આવેલ હતુ. જે ગુનાની નામદાર કોર્ટમાં ન્યાયીક કાર્યવાહી દરમ્યાન રજુ થયેલ ફરીયાદી, પંચ, તપાસ કરનાર અમલદાર વિગેરેના મૌખિક પુરાવા અને દસ્તાવેજી પુરાવા ધ્યાને લઇ સરકારી વકીલશ્રી એલ.આર.ચાવડા નાઓની ધારદાર રજુઆત ધ્યાને લઇ, નામદાર બિજા એડીશ્નલ સેશન્શ જજ  ડી.ડી.બુધ્ધદેવ સાહેબ, સેશન્સ કોર્ટ ખંભાલીયા જી.દેવભૂમિ દ્વારકાવાળાઓએ નીચે મુજબની સજાનો આખરી હુકમ કરેલ છે.

જેમા આરોપીઓ પૈકી નંબર (૧) કલ્પેશભાઇ ઠાકોરભાઇ પટેલ નાયબ ઇજનેર જી.ઇ.બી. ભાણવડ વર્ગ-૧ ને ભુ.નિ.અધિ.સને ૧૯૮૮ ની કલમ ૭ મુજબ એક વર્ષની સાદી કેદની સજા તથા ૧.૨,૦૦૦/ દંડ અને જો દંડ ન ભરે તો ત્રણ માસની સાર્દી કેદની સજા તથા ભૂ.નિ.અધિ.સને ૧૯૮૮ ની કલમ ૧૩(૧)(૫) તથા ૧૩(૨) મુજબ ગુન્હાના કામે બે વર્ષની સાદી કેદની સજા તથા રૂા.૫,૦૦૦/- દંડ જો દંડ ન ભરે તો છ માસની સાદી કેદની સજા કરવામાં આવેલ છે.

તેમજ આરોપી નંબર (૨) બળવંતભાઇ કાનજીભાઇ પોપટ રહે.ભાણવડ (પ્રજાજન) ને ભુ.નિ.અધિ. સને ૧૯૮૮ ની કલમ ૧૨ મુજબ એક વર્ષની સાદી કેદની સજા તથા રૂા.૨,૦૦૦/- દંડ, જો દંડ ન ભરે તો ન ત્રણ માસની સાદી કેદની સજા કરવામાં આવેલ છે.

કોઇ સરકારી અધિકારી / કર્મચારી સરકારી કામ અર્થે લાંચની માંગણી કરે તો તેની જાણ એ.સી.બી. કચેરીના ટોલ ફ્રી નંબર - ૧૦૬૪, ફોન નં.૦૭૯ - ૨૨૮૬૬૭૨૨, ફેકસ નં.૦૭૯ - ૨૨૮૬૯૨૨૭૮ ઇ મેઇલ cr-acb-ahdfgujarat.gov.in વોટ્સ એપ નં.૯૦૯૯૯ ૧૧૦૫૫ ઉપર કરવા નાગરીકોને આહવાન કરવામાં આવે છે.

(12:07 am IST)