Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

મોરબીના સિદ્ધિ વિનાયક ગણેશ મહોત્સવમાં હોમાત્મક હવન કરી પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી

મોરબી :  પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 71મા જન્મદિવસ નિમીતે મોરબી જિલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાની વિશેષ ઉપસ્થિતિમાં સિદ્ધિવિનાયક ગણેશ મહોત્સવ અરવિંદભાઈ બારૈયા દ્વારા હોમાત્મક હવનનુ આયોજન કરવામા આવ્યુ હતુ..
  આ તકે મોરબી જિલ્લા પંચાયત અગ્રણી જીગ્નેશભાઇ કૈલા, મોરબી જીલ્લા ઉપ-પ્રમુખ હસુભાઈ પંડ્યા, મહિલા મોરચાના પ્રમુખ સંગીતાબેન ભીમાણી, જિલ્લા યુવા મોરચાના પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, મહામંત્રી જયદીપભાઇ હુંબલ, શહેર યુવા મોરચાના મહામંત્રી વિક્રમભાઈ વાંક અને યોગીરાજસિંહ જાડેજા તેમજ શહેર યુવા મોરચાના તમામ હોદ્દેદારો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર મિત્રો જોડાયાં હતા અને હવન કરીને તમામ આગેવાનો અને કાર્યકરોએ પીએમ મોદીના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી.

 

(2:04 pm IST)