Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

મોરબીના ઘૂટું ગામના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂ ઝડપાયો

આરોપીના મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૨૪ બોટલ કીમત રૂ ૯૦૦૦ નો દારૂ મળી આવ્યો

મોરબી તાલુકાના ઘૂટું ગામના રહેણાંક મકાનમાંથી પોલીસે ઈંગ્લીશ દારૂની ૨૪ બોટલ સાથે એક શખ્સને  ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ઘૂટું ગામે જનકપુર સોસાયટીમાં રહેતા જીજ્ઞેશ પ્રાણજીવન વીરપરીયાના રહેણાંક મકાનમાં દારૂ હોવાની બાતમીને આધારે દરોડો કર્યો હતો જેમાં આરોપીના મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૨૪ બોટલ કીમત રૂ ૯૦૦૦ નો દારૂ મળી આવતા પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(2:05 pm IST)