Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

રસીકરણમાં નવો ઈતિહાસ : મોરબી જીલ્લામાં એક જ દિવસમાં ૩૯,૮૬૯ લોકોને રસીનો ડોઝ અપાયો

મોરબી :  વડાપ્રધાન મોદીના જન્મદિવસ પ્રસંગે મોરબી જીલ્લામાં મેગા વેક્સીનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૩૦૧ સ્થળોએ રસીકરણ કામગીરી ઉપરાંત ઘરે ઘરે જઈને પણ રસીકરણ કામગીરી કરાઈ હતી અને મોરબી જીલ્લામાં એક જ દિવસમાં રસીકરણ કામગીરીનો નવો વિક્રમ સર્જાયો છે

મોરબી જીલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્રના આયોજનને પગલે પીએમ મોદીના જન્મદિવસ નિમિતે મોરબી જીલ્લામાં મેગા રસીકરણ કેમ્પ યોજાયો હતો જેમાં ૫ તાલુકાના તમામ શહેરો અને ગ્રામ્ય પંથકમાં રસીકરણ કામગીરી કરાઈ હતી અને સવારથી સાંજ સુધી નહિ મોડી રાત્રી સુધી રસીકરણ ચાલુ રખાયું હતું
જેમાં એક જ દિવસમાં ૩૮,૮૬૯ લોકોને રસીનો ડોઝ આપવામાં આવ્યો હતો જેમાં ૪૫ થી વધુ વયના ૮૪૫૩ નાગરિકો જયારે ૧૮ થી વધુ વયના ૩૧,૪૦૫ લોકોએ સરકારીમાં જયારે ૧૧ લોકોએ ખાનગી હોસ્પીટલમાં રસીકરણ કરાવ્યું હતું અને જીલ્લામાં એક જ દિવસમાં ૩૯,૮૬૯ લોકોએ રસીનો ડોઝ લીધો હતો.

(2:06 pm IST)