Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

માળિયા કચ્છ હાઈવે પરથી વિદેશી દારૂ ભરેલ કાર સાથે બે ઝડપાયા

માળિયાની ઓનેસ્ટ હોટલ સામે હાઈવે પરથી અલ્ટો કારમાં વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને માળિયા પોલીસે ઝડપી પાડ્યા

મોરબી :  માળિયાની ઓનેસ્ટ હોટલ સામે હાઈવે પરથી અલ્ટો કારમાં વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને માળિયા પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

માળિયા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ઓનેસ્ટ હોટલ સામે હાઈવે પર એલ્ટો કાર જીજે ૦૩ સીએ ૭૮૮૯ કીમત રૂ.૭૦,૦૦૦ વાળી શંકાસ્પદ જણાતા તેને રોકી તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૩૬ કીમત રૂ,૧૨૬૦૦ સાથે આરોપી મહેશભાઈ રમેશભાઈ પરમાર અને સંજયભાઈ મનસુખભાઈ વાઘેલાને ઝડપી પાડી કુલ મુદામાલ કીમત રૂ,૮૨૬૦૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધીર છે.

(2:13 pm IST)