Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

દરિયાના વહેતા પાણીના વહેણ આડે પાળા બાંધી રોકી અડચણ ઉભી કરનાર સામે ગુન્હો દાખલ

મોરબી :  માળિયાના બગસરા ગામની સીમમાં દરિયાના વહેતા પાણીના વહેણ’ની આડે પાળા બાંધી પાણી રોકી અડચણ ઉભી કરી ત્યાં રહેલ ચેરિયાના વ્રુક્ષોને પાણી નહિ પહોચવા દેનાર ત્રણ શખ્સોએ સામે માળિયા પોલીસમાં ગુન્હો નોંધાયો છે
  મળતી માહિતી મુજબ ગુજરાત પ્રદુષણ નિયત્રણ બોર્ડ મોરબીના પ્રાદેશિક અધિકારી કૃષ્ણકુમાર ભારથાજી વાઘેલા (ઉ.૫૭) એ માળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા.૭-૦૨-૨૦૨૧ ના કલાક ૯:૩૦ વાગ્યા પહેલા કોઈપણ સમયે અને બગસરા ગામની સીમમાં રીયલ રીફાઇન શોલ્ટ એન્ડ એલઈડ ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લી. તથા સીસાઈડ સોલ્ટ પ્રા.લી. નીલ સર્વે ની જમીનમાં ત્રણ અજાણ્યા શખ્સોએ બગસરા ગામની સીમમાં આવેલ નીલ સર્વેની જમીનમાં આવેલ દરિયાઈ પટ્ટી વિસ્તારમાં ગુનાહિત અપ્રવેશ કરી કુદરતી રીતે દરિયાના વહેતા પાણીના વહેણ આડે પાળા બાંધી પાણી રોકી અડચણ ઉભી કરી ત્યાં રહેલ ચેરિયા વ્રુક્ષોને જરૂરી પાણી નહિ પહોચવા દઈ હોવાની ફરિયાદ નોધાવી છે તો માળિયા પોલીસે ઇપીકો કલમ ૨૮૩ ,૪૪૭, ૧૧૪ તથા ઈપીએક્ટ કલમ ૧૯૮૬ ની કલમ ૧૫ મુજબ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

(2:18 pm IST)