Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

જામનગર જિલ્લામાંથી ગાંજા સાથે બે શખ્શોને પકડી પડતી જામનગર એસ.ઓ.જી.

ગુજરાત રાજ્યમાં નશાના વેપાર ઉપર રોક લગાવવા અને નશાખોરી રોકવા માટે અને તે દિશામાં પરીણામ લક્ષી કામગીરી કરવા પોલીસ મહાનિર્દેશક સી.આઈ.ડી. ક્રાઈમ અને રેલ્વેઝ ગુ.રા. ગાંધીનગર નાઓ દ્વારા ખાસ ડ્રાઈવનું આયોજન કરેલ હોય જે અનુસંધાને પોલીસ અધિક્ષકશ્રી દીપન ભદ્રન સાહેબ દ્વારા જામનગર જીલ્લામાં આ બાબતે કડક કાર્યવાહી કરવા સુચના કરતા આજરોજ એસ.ઓ.જી.ના પોલીસ ઈન્સપેકટર એસ.એસ.નિનામાના માર્ગદર્શન મુજબ પો.સ.ઈ.આર.વી.વીંછી નાઓના નેત્રુત્વ વાળી ટીમના પોલીસ હેડ કોન્સ. રમેશભાઈ સોમાભાઈ ચાવડાને મળેલ ખાનગી બાતમી આધારે “સિક્કા શ્રીજી સોસાયટી, પાણીના ટાકા પાસે રીલાયન્સ એમ.ટી.એફ થી આગળ સિક્કા તરફ જવાના રોડ ઉપર હુશેન હસનભાઇ આમલા (રહે, જોડીયા ભુંગા જામનગર )જાતે વાઘેર સિક્કા ખાતે રહેતા જાકુબ કાસમભાઇ લોરૂને ગેર કાયદેસર કેફી પદાર્થ ગાંજાના વેચાણ અર્થે આપવા આવે છે જેવી હકીકત મળતા જેથી ઉપરોકત જગ્યાએ વોચમાં રહેતા જોડીયા ભુંગા જામનગરમાં રહેતા હુશેન વાઘેર ગાંજો લઈ અને સિક્કા ખાતે રહેતા જાકુબ લોરૂને આપતો હોય જેથી સદરહુ સ્થળે પંચો સાથે રેઈડ કરતા મજકુર બન્ને શખ્શો પાસેથી ગે.કા. કેફી માદક પદાર્થ ૧ કીલો ગાંજો ૩૦૦ ગ્રામ તથા અન્ય મુદામાલ મળી કી.રૂા.૧,૪૧,૧૦૦/- સાથે પકડી અને મજકુર વિરૂધ્ધ સિક્કા પો.સ્ટે. એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુનો દાખલ કરાવી આગળની તપાસ પો.સ.ઈ. સીક્કા પો.સ્ટે. નાઓ ચલાવી રહેલ છે

(6:20 pm IST)