Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

જૂનાગઢના વંથલીના ઓઝત વિયર ડેમમાં યુવાન ડૂબ્યો : ગણપતિ વિસર્જન વેળાએ ઘટના: ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ

યુવાનની ઓળખ વંથલીના વિશાલ વીનું ટીમાણીયા નામથી થઇ

જૂનાગઢના વંથલીના ઓઝત વિયર ડેમમાં યુવાન ડૂબ્યાની માહિતી આવી છે. મળતી માહિતી પ્રમાણે ગણપતિ વિસર્જન સમયે આ ઘટના બની હતી. ઘટના બનતા ચારેકોર ચકચાર ફેલાઈ જવા પામ્યો. ઘટનાની જાણ થતા જ ત્યાં ફાયર બ્રિગેડ બોલાવવામાં આવી અને તેમના દ્વારા યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ યુવાનની ઓળખ વંથલીના વિશાલ વીનું ટીમાણીયા નામથી થઇ હોવાનું જાણવા મળ્યું છે. ગણપતિ વિસર્જન સમયે આ ઘટના બનતા સૌ કોઈને આઘાત લાગ્યો છે. આ દરમિયાન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.

બપોરે પણ આવી ઘટના રાજકોટમાં બની હતી. રાજકોટના વાગુદડ નજીક પાણીમાં ન્હાવા માટે 4 યુવાનો પડ્યા હતા. પાણીમાં પડેલા આ યુવાનો તણાયા. જેમનું બચાવકાર્ય શરુ કરવામાં આવ્યું હતું. બચાવકાર્યમાં બે યુવાનોનો આબાદ બચાવ થયો. બપોર સુધી મળેલી માહિતી અનુસાર અન્ય 2 યુવાનોની શોધખોળ ચાલી રહી હતી. પરંતુ હાલમાં મળેલી માહતી અનુસાર બંને યુવાનના મૂર્ત દેહ મળ્યા છે.

ઘટનાની માહિતી મળતા ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. રાજકોટ કાલાવડ હાઈવે પર વાગુદડ નજીક આવેલી નદીમાં આ યુવાનો ન્હાવા પડ્યા હતા. યુવાનો મેટોડા જીઆઇડીસી વિસ્તારમાં કામ કરતા મજુર હોવાનું જાણવા મળ્યું છે. તેમજ આ યુવકો મૂળ મધ્યપ્રદેશના રહેવાસી હોવાની માહિતી પણ આવી હતી.

Rajkot: દારુ ભરેલી કારનો થયો અકસમાત, પછી લોકો એમ તૂટી પડ્યા જાણે ગોળ માથે કીડીઓ, જુઓ વિડીયો

(8:39 pm IST)